________________
બાધ અસંભવ છે
પહ 85. નૈયાયિકઈ જ્ઞાન બાધ્ય ન હોય એ કેમ બને ?, કારણ કે છીપમાં રજતનું જ્ઞાન અને એવાં બીજાં ઘણું જ્ઞાને બાધ પામતાં જણાય છે.
પ્રભાકર-બાધ શું છે એ આપ જાણતા લાગતા નથી. [તમે બાધ્ય જ્ઞાનનાં જે દૃષ્ટાન્તો આપ્યાં તે બાધ્ય જ્ઞાને નથી. આપ એ જણાવે કે ઉત્તર જ્ઞાન વડે પૂર્વ જ્ઞાનને બાધ એ શું છે ? અમે બાધને અર્થ સમજતા નથી, [એટલે તમે અમને સમજાવો] જે [ઉત્તરજ્ઞાન વડે પૂર્વજ્ઞાનને] નાશ જ બાધ હેય તે [છીપમાં રજતનું જ્ઞાન જેવાં ] તે જ્ઞાનેને જ બાધ થાય એમ ન બને કારણ કે અન્ય જ્ઞાન (ઉત્તર જ્ઞાન) વડે જ્ઞાનનો (પૂર્વજ્ઞાનને) વિરોધ (= નાશ) એ તે બધાં જ જ્ઞાનમાં સભાનપણે રહેલો છે. જે સાથે ન રહેવું એ બાધ હોય તે એ પણ બધાં જ્ઞાનમાં સભાનપણે છે કારણ કે અબાધિત જ્ઞાને પણ સાથે રહે એ સંભવતું નથી. જે સંસ્કારને ઉછેદ બાધ હોય તે એ પણ બધા જ્ઞાનમાં સમાનપણે રહેલું છે, કારણ કે યથાર્થ જ્ઞાને પાડેલાં સંસ્કારને પણ ઉચ્છેદ થતે (કેટલીક વાર ) દેખાય છે. વળી, આપે માનેલા બાધ્ય જ્ઞાને પાડેલે કઈ સંસ્કાર, બાધક જ્ઞાન થવા છતાં, (કેટલીક વાર) ઉચ્છેદ પામતું નથી કારણ કે કારણભૂત તેના વિષયનું સ્મરણ કાલાન્તરે થતું દેખાય છે. જે જ્ઞાને ગ્રહણ કરેલો વિષય ખરેખર તેને વિષય ન હતો એમ દર્શાવવું અર્થાત તે જ્ઞાનના વિષયનું અપહરણ કરવું એ બાધ હોય તે એ પણ દુર્ઘટ છે, કારણ કે જે વિષય જ્ઞાનમાં ભાસ્ય હેય તેનું અપહરણ કરવું શકય જ નથી. [કેમ?] કારણ કે જે વિષય ભા હતા તે વિષય ભાસ્યો ન હતો' એ આકારનું બાધક જ્ઞાન જાગતું નથી. જે તે વિષયના અભાવનું પ્રહણ બાધ હોય તે [અમે પૂછીએ છીએ કે કયારે થયેલું તે વિષયના અભાવનું ગ્રહણ? –] તે કાળે (= તે વિષયના ભાવગ્રહણકાળે) કે ઉત્તરકાળે ? તે વિષયના અભાવના ઉત્તરકાળે થતા ગ્રહણને બાધક માનશુ તે પહેલાં જાણેલા પણ પછી સાંબેલાથી કુટેલા ઘડાના અભાવને ગ્રહણ કરનારું વિજ્ઞાન (પૂર્વકાલીન) ઘટજ્ઞાનનું બાધક બની જવાની આપત્તિ આવે. તે વિષયના અભાવનું તે જ કાળે થતું ગ્રહણ બાધક છે એમ માનતાં બે જ્ઞાનેએ આપેલાં બે રૂ૫ના યોગે વસ્તુ ઉભયાત્મક (= ભાવાત્મક અને અભાવાત્મક) બની રહે; અને તે પછી બેમાંથી કેને બાધ્ય ગણવું અને કોને બાધક ગણવું ? જે પ્રમાણના ફળનું દરીકરણ [એ જ પ્રમાણન] બાધ હોય તે એવો બાધ પણ સંભવત નથી. પ્રમાણુફળરૂપ જ્ઞાન એકવાર ઉત્પન્ન થયા પછી તેની ઉત્પત્તિ જ થઈ ન હતી એ રીતનું તેનું દ્રીકરણ શક્ય નથી, કારણ કે
જે ઉત્પન્ન છે તે ઉત્પન્ન થયું નથી એમ બાધક જણાવતું નથી. જે હાનાદિરૂપ ફળનું દરીકરણ બાધ હોય તે તે બાધ પણ શક્ય નથી કારણ કે હાનાદિ પ્રમાણનું ફળ નથી. હાનાદિ વ્યવહારનું કારણ પ્રમાણુ નથી પરંતુ ] પુરુષેચછા છે. તેથી હાનાદિના દૂરીકરણથી ૫ણું પ્રમાણ બાધિત ન થાય. નિષ્કર્ષ એ કે બાધ નામની કોઈ વસ્તુ જ નથી.
86. इतश्च नास्ति । स हि समानविषययोर्वा ज्ञानयोरिष्यते भिन्नविषययोर्वा ? न समानविषययोर्धारावाहिज्ञानेष्वदृष्टत्वात् । नापि भिन्नविषययोः, स्तम्भकुम्भोपलम्भयोस्तदनुपलम्भात् । यदि चोत्तरेण ज्ञानेन पूर्वज्ञानगृहीतादर्थादर्थोऽन्य इदानीं गृहीतः, तत्पूर्व
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org