________________
પ્રામાણ્ય–અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર
અને બીજી બાજુ જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ માને છે. આમ તે પિતાને જ છેતરે છે એનું તેને ભાન નથી. અભ્યાસને અર્થ છે એકની એક ક્રિયાને વારંવાર કરવી તે. વિષયની અભ્યસ્તતા એટલે એકના એક વિષયને પ્રાપ્ત કરવા માટે વારંવાર કરવામાં આવતી પ્રવૃત્તિ. અને તેથી જ પિતાના શરીરના જ્ઞાનની બાબતમાં, પોતાના ઘરનાં ભીંત, થાંભલા વગેરેના જ્ઞાનની બાબતમાં પ્રવૃત્તિ સાથે તે જ્ઞાનના સંવાદનું જ્ઞાન હજાર વાર જન્મવાને લીધે તે જ્ઞાનના પ્રામાણ્યને નિશ્ચય થયો કહેવાય, સ્વતઃ નહિ. વિષયની અભ્યસ્તતા બીજી કઈ રીતે ન બને. [અર્થાત્ જે વિષયની બાબતમાં વારંવાર કરવામાં આવેલી પ્રવૃત્તિ સફળ જ બની છે તે વિષય અભ્યસ્ત ગણાય છે.] આમ આ મત તુચ્છ છે. તેથી જ્ઞાનનું પ્રામાણ્ય પરત છે એ પુરવાર થયું.
82. પુનઃ રિક્વોચતે પ્રમાણમાં ના પરીક્ષણમુvgયતે તદ્ધિ પ્રમાળ સિચેતાप्रमाणैर्वा ? प्रमाणैरपि परीक्षितैर परीक्षितैर्वा ? तत्र न नाम अप्रमाणैः प्रमाणपरीक्षणं शक्यक्रियम् । प्रमाणैरप्यपरीक्षितैः तत्करणे वरं व्यवहार एव तादृशैः क्रियतां, किं परीक्षणेन ? परीक्षितैस्तु तत्परीक्षाकरणमपर्यवसितमनवस्थाप्रसङ्गादित्यादि ।
82. વળી કેટલાક શંકા કરે છે–પ્રમાણોની પરીક્ષા ઘટતી નથી. તે પરીક્ષા પ્રમાણેથી કરવામાં આવે છે કે અપ્રમાણેથી કરવામાં આવે છે ? [જે પ્રમાણેથી કરવામાં અાવતી હોય તે] પરીક્ષિત પ્રમાણોથી કરવામાં આવે છે કે અપરીક્ષિત પ્રમાણેથી ? આમાં અપ્રમાણોથી પ્રમાણુની પરીક્ષા કરવી તે શક્ય જ નથી. વળી, અપરીક્ષિત પ્રમાણેથી પ્રમાણની પરીક્ષા કરવાને પક્ષ સ્વીકારતા હો તો [ કહેવું પડે કે ] તેવા (=અપરીક્ષિત) પ્રમાણેથી જ વ્યવહાર ચલાવો વધુ સારો, પછી પ્રમાણની પરીક્ષાની શી જરૂર છે ? પરીક્ષિત પ્રમાણેથી પ્રમાણની પરીક્ષા કરતાં પરીક્ષા કયાંય અટકશે નહિ, કારણ કે અનવસ્થાષની આપત્તિ આવશે.
83. तदप्युक्तेन न्यायेन परिहृतं भवति । दृष्टे विषये प्रमाणपरीक्षां विनैव व्यवहारात्, अदृष्टे तु परीक्षाया अवश्यकर्त्तव्यत्वादुपपत्तेश्चेति ।
तस्माददृष्टपुरुषार्थपदोपदेशि मानं मनीषिभिरवश्यपरीक्षणीयम् । प्रामाण्यमस्य परतो निरणायि चेति
चेतःप्रमाथिभिरलं कुविकल्पजालैः ।। 83. નિયાયિક–આ શંકાને પરિવાર ઉક્ત ન્યાયે થઈ ગયે સમજવો, કારણ કે વિષય દષ્ટ હોય ત્યારે પ્રમાણની પરીક્ષા કર્યા વિના જ વહેવાર થાય છે પરંતુ વિષય અષ્ટ હોય ત્યારે પ્રમાણની પરીક્ષા અવશ્ય કરવી જોઈએ અને ત્યારે પ્રમાણુની પરીક્ષા તાર્કિક રીતે ઘટે પણ છે. નિષ્કર્ષ એ કે અદષ્ટ પુરુષાર્થને ઉપદેશ દેનાર (શબ્દ-)પ્રમાણની પરીક્ષા બુદ્ધિમાન માણસોએ કરવી જ જોઈએ, અને એનું =શબ્દપ્રમાણનું) પ્રામાણ્ય પરતઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org