________________
પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર 62. તૈયાયિક—બેમાંથી એક વિષયને જ આ જ્ઞાન ગ્રહણ કરે છે, પરંતુ તેમાં વિષયના નિશ્ચયનો વિરહ હેવાથી તે જ્ઞાન સંશયની કોટિમાં જ ન છૂટકે પડે છે. આવા સંશયનું આ રહ્યું એક (બીજુ) ઉદાહરણ– દૂરથી કૂવો જોઈ] ભિક્ષુઓ માની લે છે કે “કૂવામાં પાણી છે.” એ જ રીતે, “આ રજત છે એ જ્ઞાન પણ એક જ વિષયને ગ્રહણ કરે છે છતાં પણ તે વખતે એ જ્ઞાન વસ્તુતઃ સંશય જ છે. જે તે જ્ઞાન પ્રમાણરૂપે તે વખતે ગૃહીત થયું હોય તે પછીથી તે બાધિત કેમ થાય ? જે તે જ્ઞાન અપ્રમાણરૂપે તે વખતે ગૃહીત થયું હોય તો પુરુષ તેને આધારે પ્રવૃત્તિ કેમ કરે ? હવે જે પ્રમાણ કે અપ્રમાણુ એ બેમાંથી એકેય રૂ૫ તે જ્ઞાનનું ગૃહીત ન થતું હોય તે તે જ્ઞાન સંશય જ બને. એમાં તમે આમારા ઉપર કુદ્ધ શા માટે થાઓ છે ?
63. यत्तु नानुभूयते संशय इति सत्यम् । अननुभूयमानोऽपि न्यायादभ्यस्ते विषयेऽविनाभावस्मरणवत् स परिकल्प्यते, निश्चयनिमित्तस्य तदानीमविद्यमानत्वात्, संशयजननहेतोश्च सामग्र्याः सन्निहितत्वात् । तथा हि-यथार्थेतरार्थसाधारणो धर्मो बोधरूपत्वमूर्ध्वत्वादिवत्तदा प्रकाशते एव । न च प्रामाण्याविनाभावी विशेषः कश्चन तदानीमवभाति । तदग्रहणे च समानधर्माधिगमप्रबोध्यमानवासनाधीना तत्सहचरितपर्यायानुभूतविशेषस्मृतिरपि संभवत्येवेतीयतोयं सा संशयजननी सामग्री सन्निहितैवेति कथं तज्जन्यः संशयो न स्यात् ?
63. જ્ઞાનોત્પત્તિ વેળાએ સંશય અનુભવાત નથી એ સાચું. પરંતુ જેમ અભ્યસ્ત વિષયમાં અવિનાભાવસ્મરણ અનુભવાતું ન હોવા છતાં તેનું અનુમાન તર્ક દ્વારા કરવામાં આવે છે તેમ જ્ઞાનોત્પત્તિ વેળા સંશય અનુભવાતો ન હોવા છતાં તેનું અનુમાન તર્ક દ્વારા કરવામાં આવે છે, કારણ કે તે વખતે નિશ્ચયનું નિમિત્તકારણ વિદ્યમાન નથી હોતું અને સંશયને ઉત્પન્ન કરવા માટે જરૂરી કારણ સામગ્રી ઉપસ્થિત હોય છે. આને સમજાવીએ છીએ. જેમ [ “આ સ્થાણું હશે કે પુરુષ એ સંશયમાં] સ્થાણુ અને પુરુષ એ બે વસ્તુએને સાધારણ ધર્મ ઊંચાઈ વગેરે ગૃહીત થાય છે તેમ [પ્રસ્તુત જ્ઞાનમાં] પ્રમાણ અને અપ્રમાણ એ બંને જ્ઞાનને સાધારણ ધર્મ જ્ઞાનરૂપતા ગૃહીત થાય છે; અને પ્રામાય સાથે અવિનાભાવસંબંધ ધરાવતે કઈ વિશેષ ધર્મ તે વખતે ગૃહીત થતું નથી; અને આ વિશેષધર્મના અગ્રહણને કારણે સમાનધર્મના ગ્રહણ દ્વારા જાગ્રત થયેલ સંસ્કારોના આધારે તે સંસ્કારો સાથે સાહચર્યસંબંધ ધરાવતા જેટલા વિકલ્પો છે તે બધા વિકલ્પોના પૂવે અનુભવેલા વિશેષધર્મોની સ્મૃતિ પણ સંભવે છે જ. આટલી પેલી સંશયજનક કારણ સામગ્રી ઉપસ્થિત હોય છે જ. તે પછી તેનાથી સંશય કેમ ન જન્મે ?
___64 ननु प्रमाणभूते प्रत्यये जायमान एव तद्गतो विशेषः परिस्फुरतीति कथं विशेषाग्रहणमुच्यते ? भो महात्मन् ! कथ्यतां स विशेषः । न हि तं वयमनुपदिष्टं कृशमतयो जानीमः । यदि तावत् स्पष्टता विशेषः, शुक्तिकायामपि रजतावभासः स्पष्ट एव ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org