________________
પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ પરતઃ વિચાર
૩૯
52. નૈયાયિક–અમે આને ઉત્તર આપીએ છીએ. ઇન્દ્રિયગમ્ય વિષયને ગ્રહણ થનાર પ્રત્યક્ષ વગેરે પ્રમાણેની બાબતમાં પ્રામાણ્યનિશ્ચય વિના જ વ્યવહાર ઘટતે હાઈ, એમની બાબતમાં પ્રામાય સ્વત: છે કે પરતઃ એ વિચારવાનું આપણને કોઈ પ્રયોજન નથી; અનિર્ણય જ એમની બાબતમાં વધારે સારે છે. પરંતુ અગણિત ધનનો વ્યય અને અનેક કષ્ટોથી પાર પાડી શકાય એવાં અતીન્દ્રિય વિષયને અનુલક્ષી કરાતાં વૈદિક કર્મોની બાબતમાં તેમના (વૈદિક કર્મો કરવાનો આદેશ આપતાં વેદવાક્યોના) પ્રામાણ્યનો નિશ્ચય કર્યા વિના બુદ્ધિમાન પ્રવૃત્ત થાય એ અનુચિત છે, એટલે વેદના પ્રામાણ્યને નિશ્ચય અવશ્ય કરવો જોઈએ. વેદનું પ્રામાણ્ય પરતઃ છે એ અમે હવે પછી પુરવાર કરીશું.
53. यच्चेदमियता विस्तरेण स्वतः प्रामाण्यमुपपादितं तद् व्याख्येयम् । स्वतः प्रामाण्यमिति कोऽर्थः ? किं स्वत एव प्रमाणस्य प्रामाण्यं भवति उत स्वयमेव तत्प्रमाणमात्मनः प्रामाण्यं गृह्णातीति ।
53. મીમાંસકેએ આટલા વિસ્તારથી જે સ્વતઃ પ્રામાણ્ય પુરવાર કર્યું તેની પરીક્ષા કરવી જોઈએ. “સ્વતઃ પ્રામાણ્યાને શો અર્થ છે ? શું એને અર્થ “પ્રમાણનું પ્રામાણ્ય સ્વતઃ અર્થાત કારણ વિના જ ઉદ્ભવે છે? એ છે કે પછી “તે પ્રમાણ પોતે જ પોતાનું પ્રામાણ્ય ગ્રહણ કરે છે એ છે ?
54. न तावत्स्वयमेव प्रामाण्यग्रहणमुपपन्नम्, अप्रामाणिकत्वात् । तथा हि यदेतन्नीलप्रकाशने प्रवृत्तं प्रत्यक्षं तन्नीलं प्रति तावत्प्रत्यक्षं प्रमाणं, तावदिन्द्रियार्थसन्निकर्षोंत्पन्नमिति जानीम एवैतत्; किमत्र विचार्यते ।
54. પ્રમાણ પોતે જ પોતાનું પ્રામાણ્ય ગ્રહણ કરે છે એ મત ઘટતા નથી કારણ કે તે તક આગળ ટકી શકે તેમ નથી. આને કંઈક વિસ્તારથી સમજાવીએ છીએ. જે પ્રત્યક્ષ નીલવસ્તુને જાણવામાં, પ્રકાશિત કરવામાં પ્રવૃત્ત છે તે પ્રત્યક્ષ કે નીલવસ્તુને અનુ. લક્ષી પ્રમાણ છે, [બીજી કોઈ વસ્તુને અનુલક્ષીને પ્રમાણ નથી. પિતાના પ્રામાણ્યને અનુ. લક્ષી તે પ્રમાણ નથી. તેથી પોતાના પ્રામાણ્યને પ્રકાશિત કરવામાં તે પ્રવૃત્ત નથી. ] તેટલા પૂરતું અર્થત નીલ વસ્તુ પરંતુ જે તે પ્રમાણ છે કારણ કે આપણે એ જાણીએ જ છીએ કે તે ઇન્દ્રિયાર્થસનિકત્પન્ન છે, અથાંત જે વિષય સાથે ઈન્દ્રિયને સનિષ : હોય તે વિષયને જ તે ગ્રહણ કરે છે. ] તેથી હવે અહીં શું વિચારવાનું રહ્યું ?
55. प्रामाण्यपरिच्छेदे तु किं तत्प्रमाणमिति चिन्त्यताम् । प्रत्यक्षमनुमानं वा ? प्रमाणान्तराणामनाशङ्कनीयत्वात् ।
55. [ પિતાના ] પ્રામાયને જાણવા માટે કર્યું પ્રમાણ સમર્થ છે એ વિચારવું જોઈએ. શું પ્રત્યક્ષ સમર્થ છે કે અનુમાન છે કારણ કે [ આ બે સિવાય બીજ પ્રમાણે આવું સામર્થ્ય ધરાવતા હોવાની શંકા પણ ઊઠી શકતી નથી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org