________________
પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર
થાય, જેમ કે યથાર્થ ઉપલબ્ધિનું કારક ગુણવાળું કારક, યથાર્થ ઉપલબ્ધિનું કારક દેશથી કલુષિત કારક, [ અયથાર્થ વયથાર્થ તવ ] બંનેથી રહિત ઉપલબ્ધિનું કારક સ્વરૂપાવસ્થિત ( ગુણ-દેષરહિત) કારક. પરંતુ એવું નથી. ઉપલબ્ધિ બે પ્રકારની જ છે--યથાર્થ અને અયથાર્થ તે બેમાં અયથાર્થ ઉપલબ્ધિ દોષયુક્ત કારકનું કાર્ય છે એ જાણીતું છે. દેશવાળા કારકને લીધે જ [દોષયુક્ત અર્થાત ] કુટિલ કુંભ વગેરે કાર્યો ઉત્પન્ન થતાં દેખાય છે. તેવી જ રીતે, [દેષનું જ્ઞાન અન્ય પ્રમાણુથી થતું હોઈ,] અન્ય પ્રમાણુથી જ્ઞાત તિમિર આદિ દેષથી બે ચંદ્રનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને અયથાર્થ ઉપલબ્ધિ દોષયુક્ત કારકના કાર્યરૂપે પુરવાર થતાં તેમ જ હવે ત્રીજા પ્રકારના કાર્યને (યથાર્થ-અયથાર્થત્વથી રહિત ઉપલબ્ધિને) અભાવ હેઈ યથાર્થોપલબ્ધિ સ્વરૂપાવસ્થિત ( ગુણ-દેષરહિત) કારકથી જ ઘટે છે, એટલે તે અર્થાત યથાર્થોપલબ્ધિ ગુણની કલ્પના કરાવવા શક્તિમાન નથી. વળી અનુમાનની બાબતમાં પક્ષધર્મ, અન્વય, વગેરે જે કારણસામગ્રી તે અનુમિતિજ્ઞાનની જનક છે, તે જ કારણસામગ્રી તે અનુમિતિજ્ઞાનના પ્રામાણ્યની જનક છે એ જાણીતું છે. વળી, સ્વરૂપાવસ્થિત કારણે કાર્યને ઉત્પન્ન કરવામાં ઉદાસીનતા સેવતા નથી જ જેથી કરીને યથાર્થ ઉપલબ્ધિની ઉત્પત્તિ દ્વારા કારામાં ગુણની કલ્પના કરવી પડે. આ પુરવાર કરે છે કે કારણમાં ગુણ હેતા નથી. આંખ વગેરેની બાબતમાં નિર્મળતા” શબ્દના વ્યવહારનું કારણ કાચરોગ, કમળો, વગેરે દેનું આંખ વગેરેમાંથી દૂરીકરણ છે અને નહિ કે આંખ વગેરેના સ્વરૂપથી અતિરિક્ત તેમનામાં રહેલા ગુણ. આંખ વગેરેની બાબતમાં અંજન વગેરેને ઉપગ દોષ દૂર કરવા માટે જ છે અને નહિ કે ગુણ પેદા કરવા માટે. ઉપસંહારમાં જણાવવાનું કે યથાર્થ ઉપલબ્ધિ: કેવળ સ્વરૂપાવસ્થિત અર્થાત્ ગુણદેષરહિત હેતુથી (કારકથી) જન્ય છે, પરંતુ હેતુમાં (કારકમાં) સ્વરૂપ ઉપરાંત વધારામાં દેષ હેય તે તે હેતુ જ અયથાર્થ ઉપલબ્ધિ ઉત્પન્ન કરે છે. તેથી જ અમે મીમાંસકે અપ્રામાયને પરતઃ માનીએ છીએ, તે પોતાની ઉત્પત્તિ માટે કારકગત દેની અપેક્ષા રાખે છે અને પોતાના નિશ્ચયાત્મક જ્ઞાનની ઉત્પત્તિને માટે તે બાધકની અપેક્ષા રાખે છે. નિષ્કર્ષ એ કે પિતાની ઉત્પત્તિ માટે પ્રામાણ્ય કારકગત ગુણની અપેક્ષા રાખતું નથી.
36. नापि स्वकार्यकरणे किञ्चिदपेक्षते, अर्थप्रकाशनस्वभावस्यैव तस्य स्वहेतोरुत्पादात् । अर्थप्रकाशनमेव च प्रमाणकार्य, प्रवृत्त्यादेः पुरुषेच्छानिबन्धनत्वात् ।
नैव वा जायते ज्ञानं जायते वा प्रकाशकम् । . अर्थप्रकाशने किञ्चिन्न तूत्पन्नमपेक्षते ॥ तथा चोक्तम्
मृद्दण्डचक्रसूत्रादि घटो जन्मन्यपेक्षते । उदकाहरणे त्वस्य तदपेक्षा न विद्यते ॥ इति । [तत्त्वसं पृ. ७५७]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org