________________
૧૧૪
ઈશ્વરને શરીર નથી શંકા–કત્વને ક્રિયાની અપેક્ષા છે, તે પારિભાષિક નથી. તેથી કવ અશરીર [ઈશ્વરમાં ક્યાંથી હોય કારણ કે જેને શરીર નથી હોતું તેનામાં ક્રિયા નથી હોતી. કઈ અશરીર વ્યક્તિનું કર્તવ કોણે કયાં જોયું છે [એ તે કહે.]
નૈવાયિક-આને ઉત્તર આપીએ છીએ. કત્વને અર્થ છે જ્ઞાન, ચિકીર્ષા અને પ્રયત્નને વેગ (= સંબંધ) હે તે એમ વિદ્વાને કહે છે. તે ઈશ્વરમાં છે જ એ તે અમે કહ્યું છે. પોતાના શરીરને પ્રેરણ કરવામાં અશરીર આત્માનું કર્તવ તે આપણે દેખીએ છીએ. [એટલે પ્રેરણા કરવા રૂપ કત્વ માટે શરીર તેવું આવશ્યક નથી.]
ઈરછામાત્રથી જ બધાં કાર્યોને ઉત્પન્ન કરતુ તેનું કર્તૃત્વ હેવાથી, [ઇરછામાત્રથી નહિ પણ અનેક વ્યાપારોથી [વિવિધ કાર્યોની ઉત્પત્તિ માનતાં આવી પડતા અસહ્ય કલેશની કલુષતાના વિક૯પને પણ પ્રતિષેધ થઈ ગયે. 196. નવંત્રો–
कुलालवच्च नैतस्य व्यापारो यदि कल्प्यते ।
अचेतनः कथं भावस्तदिच्छामनुवर्तते ॥ इति । अस्माभिरप्युक्तमेव--
यथा ह्यचेतनः काय आत्मेच्छामनुवर्तते ।
तदिच्छामनुवय॑न्ते तथैव परमाणवः ॥ 196. શંકા–અહીં વિરોધી કહે છે કે “જેમ કુંભારમાં વ્યાપાર (= ક્રિયા) છે તેમ ઈશ્વરમાં પણ વ્યાપાર છે એમ જે માનવામાં ન આવે તે [પ્રશ્ન ઊઠે કે અચેતન વસ્તુ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કેવી રીતે પ્રવૃત્તિ કરે ?” [જડ વસ્તુ ઈશ્વરની ઈચ્છા જાણી શકે નહિ અને ઇચ્છા જાણયા વિના ઇચછાનુસાર પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે ?
નૈયાયિક-અમે પણ કહ્યું છે કે જેમ જીવનું અચેતન શરીર છવાની ઈચ્છા પ્રમાણે વર્તે છે તેમ પરમાણુ ઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરશે.
___197. यस्तु प्रयोजनविकल्पः किमर्थ सृजति जगन्ति भगवानिति सोऽपि न पेशलः । स्वभाव एवैष भगवतो यत् कदाचित् सृजति कदाचिच्च संहरति विश्वमिति । कथं पुनर्नियतकाल एषोऽस्य स्वभाव इति चेद् आदित्यं पश्यतु देवानांप्रियः यो नियतकालमुदेत्यस्तमेति च । प्राणिकर्मसापेक्षमेतद्विवस्वतो रूपमिति चेद् ईश्वरेऽपि તુ: સમાધિઃ |
क्रीडार्थेऽपि जगत्सर्गे न हीयेत कृतार्थता ।
प्रवर्तमाना दृश्यन्ते न हि क्रीडासु दुःखिताः ।। अथ वा अनुकम्पयैव सगसंहारावारभतामीश्वरः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org