SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ જીવોને અવળો માર્ગ બતાવે અને સારા સાધુઓની નિંદા કરે. એમ અનેક અવગુણથી ભરેલો હોય તે સર્વથી પાસત્થો કહેવાય. દેશપાસત્યો-શય્યાતરનો તથા રાજાનો પિંડ કારણ વિના ગ્રહણ કરે, તથા સન્મુખ લાવેલો આહાર લે, દેશ, નગર,કુલવિગેરેમાં મમતાવાળો, શુદ્ધ કુળમર્યાદાને ઉત્થાપનારો, વિવાહ મહોત્સવને જોનારો, જેવા તેવા માણસોનો પરિચય કરનારો અને મહાવ્રતનો ત્યાગ કરી પ્રમાદમાં પડેલો તે દેશથી પાસત્યો કહેવાય છે. ૨. ઉસન્નો-ગળીયા બળદની જેમ મહાવ્રતાદિકના ભારને ઉપાડે તે ઓસન્નો જાણવો. તે પણ દેશથી અને સર્વથી એમ બે પ્રકારે હોય છે. તેમાં શેષકાળે કારણ વિના પાટે પાટલા વાપરે, અમુક શ્રાવકના ઘરનું જ લાવેલું મારે ભોજન લેવું ઈત્યાદિ દોષયુક્ત પિંડ લેવાવાળો જે હોય છે તે સર્વથી ઓસનો કહેવાય છે. દેશથી તો પ્રતિક્રમણાદિક ઠેકાણા ઓછા વધારેકરે, અને સુગુરુનું વચન જાળવે નહિ, રાજ વેઠી કામ કરનાર અને ઉપયોગ વિના કામ કરનાર એમ કરવાથી આગામી ભવે જેને ચારિત્ર મળવુ મહાદુર્લભ છે તેવો અને પોતાના શિષ્યોને પણક્રિયામાં શિથિલ કરનારા હોય તેદેશથી ઓસનો કહેવાય છે. ૩. કુશીલ. જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી ત્રણ પ્રકારે કુશીલ હોય છે એટલે ત્રણ રત્નોની આરાધના ન કરે તો કુશીલ જાણવો જેમકે જ્ઞાનથી કાલે વિણયે બહુમાણે ઇત્યાદિ જ્ઞાનાચરનો ભંગ કરે, દર્શનથી નિસંકિય નિષંખિય ઇત્યાદિ જ્ઞાનાચારનો ભંગ કરે, દર્શનથી નિસંકિય નિષંખિય ઇત્યાદિ દર્શનાચારનો ભંગ કરે, ચારિત્રથી પણિહાણજો ગજુતો, પંચહિં સમદહિં તિહિં ગુત્તિહિં, ઇત્યાદિ ચારિત્રાચારનો ભંગ કરે, શોભા માટે સ્નાન કરે, ઔષધ આપવા વૈદિક વિગેરના કામો કરે, અને પ્રશ્ન વિદ્યાપ્રમુખના બળથી કારણ વિના પોતાને મનાવવા, પૂજાવવા નિમિત્તાદિકને કહે, તેમજ જાતિકુલ પ્રમુખથી આજીવિકા કરે, અને કપટનો ભંડાર સ્ત્રી પ્રમુખના અંગલક્ષણ ૬૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy