________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ આત્મારામી, સંસારસાગરમાં જહાજ, શિવ માર્ગસાધક, કર્યબાધક, ભવનાથ, જગત જીવનાથ, સમાન હોય છે.
કોઈક પદ્માસનવાળા, કોઈક વજાસનવાળા, કોઈક વીરાસનવાળા, કોઈક મયૂરાસનવાળા, કોઈક ભદ્રાસનવાળા, કોઈક દંડાસનવાળા, કોઈક હંસાસનવાળા, કોઈક કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા, કોઇક શીલાંગ રથ પરાવર્તન કરનારા, કોઈક કાલ અનુષ્ઠાન ક્રિયા કરનારા, કોઈક દક્ષ મહાત્માએ બતાવેલા ભાંગાઓને ગણવાવાળા, કોઇ સિદ્ધાંતને વાંચનારા, કોઈક પાત્રાને લેપ કરનારા, કોઈક મૌન પણું ધારણ કરનારા, કોઈક સાધુઓને ભણાવનારા, કોઈક કર્મ ગ્રંથસ્થિત કર્મપ્રકૃતિને વિચારનારા, કોઈક સ્વાધ્યાય ધ્યાન કરનારા, કોઇક ધ્યાનમાં મસ્ત બનેલા, કોઈક સિદ્ધાંતને ભણનારા, કોઈક ભાષ્ય, કોઈક ચૂર્ણ આદિ પદોના વ્યાખ્યાન કરનારા, કોઈક પ્રશ્ન કરનારા, કોઈક ભવ્ય જીવોના સંશય છેદનારા, કોઈક પ્રકરણોને ફેરવનારા, કોઇક તીવ્ર તપને તપનારા, કોઈક કર્મશત્રુઓને જીવતા કટિબદ્ધ થએલા, એવા મુનિરાજાઓ હોય છે.
गुशब्दस्त्वंकाराख्यो, रुशब्दस्तन्निरोधकः । उभयोः संमिलित्वाच्च, गुरुरित्यभिधीयते ॥१॥
ભાવાર્થ – ગુ શબ્દ અંધકારવાચી છે અને રુ શબ્દ અંધકારનો નાશ કરનાર છે. આ બન્ને દસ્તક મળીને ગુરુ શબ્દ કહેવાય છે. આ શબ્દમાં ઘણો ગુણ છે, કારણ કે મિથ્યાત્વ તેમજ પાપરૂપી અંધકારને જે રોકે તેજ ગુરુ કહેવાય છે. गुरुविना को नहि मुक्तिदाता, गुरुविना को नहि मार्गगंता । गुरुविना को नहि जाड्यहर्ता, गुरुविना को नहि सौख्यकर्ता ॥१॥
ભાવાર્થ : અનાદિ કાળથી સંસારમાં રઝળતા જીવોને પરિભ્રમણનું દુઃખ ટાળી મુક્તિ આપનાર ગુરુ વિના બીજો કોઈ નથી તથા વીતરાગ મહારાજના ઉત્તમોત્તમ માર્ગને ગુરુમુખથી જાણ્યા વિના ગુરુ વિના કોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org