SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ રહેલી હતી. છેલ્લા દ્વારના ચારે ગઢને ચારે દ્વારે તુંબરુ, ખટવાંગધારી, મનુષ્ય-મસ્તકમાલાધારી અને જટા મુકુટમંડિત, એ નામના ચાર દેવતાઓ દ્વારપાળ થયા હતા. સમવસરણની મધ્યમમાં વ્યંતરોએ, ત્રણ કોશ ઊંચું એક અશોક વૃક્ષ રચ્યું હતું, તે જાણે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી રત્નત્રયનો ઉદ્દેશ કરતું હોય તેવું જણાતું હતું. તે વૃક્ષની નીચે વિવિધ રત્નોથી એક પીઠિકા રચી હતી તે પીઠિકા ઉપર અપ્રતિમ, મણિમય એક છંદ રચ્યો હતો. છંદની મધ્યમાં પૂર્વ દિશા તરફ જાણે સર્વ લક્ષ્મીનો સાર હોય એવું પાદપીઠ સહિત રત્નમય સિંહાસનરચેલું હતું, અને તેની ઉપર ત્રણ જગતના સ્વામીપણાના ત્રણ ચિન્હો હોય તેવા ઉજ્જવળ ત્રણ છત્રો રચ્યા હતા. સિંહાસનની બે બાજુએ, બે યક્ષો, જાણે હૃદયમાં નહિ સમાવવાથી બહાર આવેલા ભક્તિના બે સમૂહ હોય તેવા બે ઉજ્જવળ ચામરોને લઈ ઊભા રહ્યા હતા. સમવસરણના ચારેદ્વારની ઉપર, અભૂત કાંતિના સમૂહવાળું. એક એક ધર્મચક, સુવર્ણના કમલનામાં રાખ્યું હતું, બીજું પણ કરવા લાયક જે જે કર્તવ્ય હતું. તે સર્વ કૃતજ્ય વ્યંતરોએ કરેલું હતું, કારણ કે સાધારણ સમવસરણમાં તેઓ અધિકારી હોય છે. સમવસરણનું પ્રમાણ કહે છે. ત્રણે કિલ્લાની પ્રત્યેક ભીંત ૧૦૦ ધનુષ્ય પહોળી હતી. પહેલા અને બીજા ગઢનું અંતર બન્ને પાસા મળવાથી વી અડધો કોષ થાય, અને બીજા તથા ત્રીજા ગઢનું અંતર મળવાથી એક કોષ થાય, માંહેલી ભીંતનું અંતર એક કોષ, અને ૬૦૦ ધનુષ્ય, બાહરલા ગઢ તથા માંહેલા ગઢનું અંતર ૧૦૦૦ ધનુષ્ય, બીજા ગઢની ભીંત ૧૦૦ ધનુષ્ય થાય. ત્રીજા ગઢથી ૧૩૦૦ ધનુષ્ય જઈએ, ત્યારે પીઠના મધ્ય ભાગે, સર્વ મળી જઈને બન્ને પાસે થઈને ૧ યોજન સમવસરણ ચોરસ ભૂમિવાળું થાય, તેમાં પહેલે ગઢ ૧૦,000 પગથિયા એકેક હાથ પહોળા હોય છે, ત્યારબાદ ૫૦ ધનુષ્ય પ્રતર ભાગ ભૂમિ, બીજે ગઢ ૫૦૦૦ ૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy