________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮
૪૦. જેમ તેજ વિનાનો મણિ શોભતો નથી, ૪૧. જેમ તપ વિનાનો મુનિ શોભતો નથી, ૪૨. જેમ બાણ વિનાનું ધનુષ્ય શોભતું નથી, ૪૩. જેમ ધાર વિનાની તરવાર શોભતી નથી, ૪૪. જેમ પ્રતિજ્ઞા વિનાનો પુરુષ શોભતો નથી, ૪૫. જેમ લજ્જા વિનાની કુલવધુ શોભતી નથી, ૪૬. જેમ વૃક્ષ વિનાની વાડ શોભતી નથી, ૪૭. જેમ દાન વિનાનું ધન શોભતું નથી, ૪૮. જેમ સ્વામી વિનાનો દેશ શોભતો નથી, ૪૯. જેમ ગંધ વિનાનું ફૂલ શોભતું નથી, ૫૦. જેમ નેત્ર વિનાનું મુખ શોભતું નથી, ૫૧. જેમ મીઠા વિનાની રસવતી શોભતી નથી, પ૨. જેમ સત્ય વિનાની સરસ્વતી (વાણી) શોભતી નથી, ૫૩. જેમ રૂપ વિનાં શરીર શોભતું નથી, ૫૪. જેમ ગુણ વિનાનો માણસ શોભતો નથી, ૫૫. જેમ દેવ વિનાનું મંદિર શોભતું નથી, પ૬. તેમ દેવગુરુધર્મના આરાધન વિના પુન્યહીન માણસ શોભતો
નથી.
(ઉપદેશ એક્સો શ્રેપનમો)
અજ્ઞાનીની અજ્ઞાનતા ૧. અજ્ઞાનિ સૂત્રને માટે રત્નની માલાને તોડી નાખે છે. ૨. અજ્ઞાનિ લોઢાની ખીલીને માટે સમુદ્રમાં નાવડાને તોડી નાખે
૩. અજ્ઞાનિ રક્ષાને માટે બાવના ચંદન વૃક્ષને બાળે છે, ૪. અજ્ઞાનિ ભિક્ષા માગવાને માટે નિધાનનો ત્યાગ કરે છે, ૫. અજ્ઞાનિ મણિને માટે મશને ગ્રહણ કરે છે.
૩૭૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org