SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ જગજજીવસમૂહના હિતાવહ, અનંત જ્ઞાનમય, અનંતદર્શનમય, અનંતચારિત્રમય, અનંતલાભમય, અનંતભોગમય, અનંતઉપભોગમય, અનંતબલમય, અનંત વીર્યમય, અનંતેજોમય, અનંત અગુરુલઘુમય, અનંતસ્વસ્વરૂપ, આનંદમય, અનંતભાવચારિત્રમય, અખંડ, અરૂપી અશરીરી, અભ્યાસી, અણાહારી, અલેશી,અનુપાધિ, અરાગી અષી, અક્રોધી, અમાની, અમાયી, અલોભી, અમોહી, અજોગી, અભોગી, અભેદી, અવેદી, અલેશી, અનેંદ્રિ, અસંસારી, અવ્યાબાધ, અગુરુલઘુ, અપરિણામી, મિથ્યાત્વરહિત, કષાયરહિત, જોગરહિત, ભોગરહિત, સિદ્ધસ્વરૂપી સ્વસ્વભાવનો કર્તા, પરભાવનો અભોક્તા, ત્રિજગવંદન, સકલદુરિત નિકંદન, પૂર્ણઆનંદન, ભવભયભર્જન જગતઆનંદન, પરમ પુરુષોત્તમ, ત્રિકાળ જ્ઞાનિ, સકળપદાર્થ નિત્ય અનિત્યપણે પ્રકાશક, લોકાલોકજ્ઞાયક, સકળ કર્મમળ ક્ષય કરી મુક્તિપદને પામેલા, ત્રિશલાનંદન ભગવાન મહાવીર મહારાજાનું શાસન પાંચમા આરામાં વર્તમાનકાળે ચાલે છે તેનું નામ લેતાં પરમ માંગલિકને વરે, ઉત્કૃષ્ટતાથી મોક્ષસુખ પામે, એવા સાચા દેવ તીર્થકર ત્રિભુવનઉપકારી, પરમેશ્વર જિનરાજ વીતરાગ સંસારતારક, ભવભયવારક, ત્રિજગત્વાત્સલ્ય કરનાર, જગજીવજંતુરક્ષક એવા ઉત્તમોત્તમ પ્રભુજી છે, તે ત્રિલોકી નાથની વાણી, અમૃતસમાન આત્માને મહાશીતલતા કરનારી છે તથા ઈહલોકને વિષે ધર્મના રાગી ભવ્યપ્રાણીને મોક્ષ આપનારી છે. પૂર્વે પુન્ય કર્યા હોયત્યારે જ એ પ્રભુજીની વાણી શ્રવણ કરી શકાય છે, અન્યથા તીર્થંકરની વાણી સાંભળવી દુર્લભ છે, માટે હે મહાનુભાવો! બે ઘડી સમતા ધારણ કરી, પ્રમાદ છાંડી, ચાર પ્રકારની વિકથા છોડી, અનાદિકાળથી ધર્મના લૂંટારા અને મહાશત્રુ એવા તેરકાઠીઆને ત્યાગી, આત્માને સમાધિમાં રાખવા ૧ દ્રવ્યાનુયોગ, ૨ ગણિતાનુ યોગ, ૩ ધર્મકથાનુ યોગ, ૪ ચરણકરણાનું યોગને વિષે, અગ્યાર અંગ, બાર ઉપાંગ, છ છેદ, દસ પન્ના, ચાર મૂળ સૂત્ર એવા પીસ્તાલીશઆગમ સાંભળી અને તેને વિષે બહુ જ પ્રેમ ધારણ કરી, ૩૬૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy