________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ કુટિલતા ત્યાગીશ, મિથ્યા હઠવાદ ત્યાગીશ, હૃદયશુદ્ધિ કરીશ, સર્વ પરમાર્થનો સાર-એક સત્વ વચન જ બોલીશ સ્વ પરના માણસો તેમજ કાર્યોમાં નિષ્ફળપાતી થઇશ, જિનઆણા કંઠસ્થળને વિષે સ્થાપીશ, બીજામાં પ્રવેશ કરવો છોડી દઇશ અને તારું જ તપાસીશ, તારા પુન્યનું સરવૈયું કાઢીશ, તો જ હે જીવ? સંસાર તરીશ, જ્ઞાન દર્શન ચારિત્ર લઇ નિષ્કલંક પાળીશ તો જ તું સંસાર તરીશ, તપ જપ વ્રત પચ્ચખાણમાં તત્પર રહીશ તો જ તું સંસાર તરીશ, સંસારી દરેક બાબતમાં ઉદાસીનતા ધારણ કરીશ તો જ તું તરીશ, ધ્યાનારૂઢ થઇશ, પરમ તપસ્વી થઈશ, સાચો નિરોગી થઈશ. શાન્ત, દાન્ત, જિતેંદ્રિય થઈશ, અષ્ટપ્રવચનમાતા બરાબર પાળીશ, શત્રુ મિત્રને સમાન ગણીશ, મણિ પત્થરને સમાન ગણીશ, નિંદા સ્તુતિને સમાન ગણીશ, માન અપમાનને સમાન ગણીશ, સુખદુઃખને સમાન ગણીશ, સુગંધ દુર્ગધને સમાન ગણીશ, અમૃત વિષને સમાન ગણીશ, કિં બહુના? વીતરાગ મહારાજના વચનોનું પ્રતિપાલન કરવામાં મેરુ સમાન સ્થિર થઇશ ત્યારે જ તું સંસાર તરીશ માટે ચિંદાનંદ સ્વરૂપી છતાં પણ કર્યાવરણમાં ઘેરાએલ હે આત્મા ! હવે તારા સ્વરૂપનો, તારા બળનો, તારી કરણીનો, તારી વેશ્યાનો, તારી સત્તાનો વિચાર કરી તારૂં અનંત બળ અજમાવી, અનાદિકાળના પાછળ લાગેલ તારા મોહ શત્રુને મારી, કર્મમેલ ધોઈ, તારા ઉજ્જવલ સ્ફટિક સમાન કેવળજ્ઞાન, કેવળદર્શનનો ગુણ પ્રગટ કરવા કટિબદ્ધ થા,
(ઉપદેશ એક્સો પચાસમો)
જિનેશ્વર ભગવાનની વાણી શ્રી અરિહંત ભગવંત અનંતજ્ઞાની, કેવળજ્ઞાન ભાસ્કર, કુમતઅંધકારવિનાશક, અમૃતસમલોચન, પરોપકારી અશરણશરણ, ભવભયહરણ, તરણતારણ, પર્યાયરક્ષક, ચોસઠઇંદ્ર પૂજિત, ભવ્ય જીવના ભવસમુદ્રતારક, અઢાર દૂષણ રહિત, આઠ મહાપ્રતિહાર્ય શોભિત, ચોત્રીશ અતિશય, પાંત્રીશ વાણીગુણભૂષિત, ત્રણ લોકના નિષ્કારણ બંધવ,
૩૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org