SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ અધિકારી થાય છે. ફક્ત તની અનુકૂળ સામગ્રીની જ તેને જરૂર પડે છે. દુર્ભવ્ય જેને હજુ દીર્ઘ સંસાર પરિભ્રમણ કરવાનું નિયમ હોવાથી પગલાનંદીપણું તથા ભવાભિનંદીપણું વહાલું લાગે છે, તેથી તેને ધર્મ સાધન કે ધર્મની વાત રુચતી નથી, તેથી વિલક્ષણ સ્વભાવવાળા નિકટભવી અથવા પરિત્તસંસારી કહેવાય છે, તે અલ્પ સમયમાં મુક્તિગામી હોવાથી સદુ પદેશયોગે શીઘ્રતાથી વિષયસુખથી વિમુખ થઈ આત્મસાધનમાં તત્પર થઈ જાય છે, અને સર્વ સુખદુઃખમાં સમભાવે રહી સુખપૂર્વક સ્વહિત સાધી શકે છે. બહુસંસારી તેવી રીતે સ્વહિત સાધી શક્તા નથી. સુલભબોધિ -જેણે પૂર્વજન્મમાં ધર્મના બીજ વાવી રાખેલા હોય છે કે તેને સુદુપદેશરૂપી અમૃત સિચન મળતાં જ તેમાંથી ધર્મ પ્રગટ થાય છે, ઉપદેશ આપનારને વિશેષ પરિશ્રમ કરવો પડતો નથી, અલ્પશ્રમથી તે વિશેષ સમજી જાય છે. અને પામેલા ઉપદેશને સાર્થક કરે છે. | દુર્લભબોધિ-અનેક રીતે અનેક વાર જ્ઞાની પુરુષો તરફથી ઉપદેશ મળતાં છતાં પણ જેનું હૃદય પીગળતું નથી, તે બ્રહ્મદત્ત ચક્રીના પેઠે વિરાધક ભાવથી સદુપદેશને અયોગ્ય હોય છે. એકાવતારી - આ મનુષ્યજન્મમાં વીતરાગ ધર્મને યથાયોગ્ય આરાધી, કાળધર્મને પામી, દેવગતિનો એક ભવ કરી, ફરી મનુષ્ય જન્મ પામી, શુદ્ધ સંયમને આરાધી, સર્વ કર્મમલનો ક્ષય કરી, અવ્યાબાધ મોક્ષપદ પામનાર જીવવિશેષ એકાવતારી કહેવાય છે. હળવાકર્મી જેને મોહાદિક કર્મ બહુ જ અલ્પ બાકી રહેલા હોય તેવા મોહાદિક કર્મનો ક્ષય કરીને શીઘ્રતાથી મોક્ષ પદવી પામનાર જીવ હળવાકર્મી કહેવાય છે. ભારેકર્મી નિબિડ કર્મના વશવર્તિપણાથી વિવિધ પ્રકારે દુઃખ અને વિડંબના પામી સંસારચક્રમાં દીર્ધકાળ સુધી પરિભ્રમણ (જન્મમરણને ધારણ) કરનાર જીવ ભારેકર્મી કહેવાય છે. કૃષ્ણપક્ષી-જે જીવને મોક્ષને સાનુકૂળ ક્રિયાકાંડમાં રુચિ ઉત્પન થયેલી ન૩૪૦) ૩૪૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy