SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ (ઉપદેશ એક્સો આડત્રીસમો) પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાઓ ૧ પ્રાણાતિપાતની પાંચ ભાવનાઓ-૧ મનોગુપ્તિ, મનને ગોપવવું, ૨ એષણાસમિતિ, બેંતાલીશ દોષ રહિત આહારાદિકને લેવા, ૩ આદાનભંડનિક્ષેપના સમિતિ, વસ્ત્ર, પાત્ર, વિગેરે યત્નપૂર્વક લેવા-મુકવા, ૪ ઇર્યાસમિતિ, ઉપયોગ સહિત ચાલવું, ૫ અન્નપાણી વિગેરે લેવા તે, જોઈને લેવાવડે કરીને હંમેશા અહિંસા ભાવવી તે. ૨. મૃષાવાદની પાંચ ભાવનાઓ -૧ ક્રોધ, લોભ, ૩ ભય, ૪ હાસ્યથી મૃષા ન બોલવું, એટલે તેનાં પચ્ચખાણ કરવાં, પ વિચારપૂર્વક બોલવું, એ ઉપર પ્રમાણે લક્ષ દઈ બોલતાં સત્ય વ્રતને ભાવવું તે. ૩ અદત્તાદાનની પાંચ-ભાવનાઓ-૧ અવગ્રહ માગવો, ૨ બરાબર જોઈ તપાસી વિચારી અવગ્રહ માગવો, ૩ નિરંતર ગુરુની રજા લઈ ભાત પાણી વાપરવાં, ૪ સાધાર્મિક પાસેથી અવગ્રહ માગવો, ૫ અવગ્રહની મુદત ઠરાવવી. ૪. બ્રહ્મચર્યની પાંચ ભાવનાઓ, ૧ સ્ત્રી નપુંસક, તથા પશુવાળી વસતિ અને કુડયાંતરે વસતિનો તથા પોતાના અંગે શણગાર સજવાનો ત્યાગ કરવો, ૩ સરસ સ્નિગ્ધ આહાર તથા અતિ આહાર ન લેવો, ૪ સરાગે સ્ત્રીકથા કરવી નહિ, પ પૂર્વે કરેલી કામક્રીડા સંભારવી નહિ. ૫ પરિગ્રહની પાંચ ભાવનાઓ, ૧ શબ્દ, ૨ રૂપ, ૩ રસ, ૪ ગંધ અને ૫ સ્પર્શ-એ પાંચમાં હમેશાં રાગદ્વેષ છોડવા. ભાવસાધુના સાત લિંગ ૧ માર્થાનુસારિણી ક્રિયા, પ શક્ય અનુષ્ઠાનનો જ આરંભ, ૨ ધર્મમાં ઉત્કૃષ્ટ શ્રધ્ધા, ૬ ભારે ગુણાનુરાગ, ૩ પ્રજ્ઞાપનીય પણું, ૭ ગુરૂની આજ્ઞાનું પૂર્ણપણે ૪ ક્રિયામાં અપ્રમાદ, આરાધન. એ ઉપરોક્તનું ટૂંકુ વિવેચન ૩૩૮) * ૩૩૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy