SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ વાર્ષિક દાનમાં ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનામહોરોનું દાન આપે છે તે ધર્મના પ્રતાપે. શ્રીમાનું તીર્થંકર મહારાજા પોતાના હાથથી દાન લેનારા ભવ્ય જીવોને મુક્તિની છાપ આપે છે, તે ધર્મના જ પ્રતાપે. શ્રીમાન તીર્થકર મહારાજા દીક્ષા લીધા પછી જેને ઘરે વહોરવા જાય છે તે જીવોને સાડાબાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ સાથે ભવ્ય પણાની છાપ આપે છે, તે ધર્મના પ્રતાપે. શ્રીમાનું તીર્થકર મહારાજના બાર ગુણો, ચોત્રીશ અતિશય, પાંત્રિશ વચનવાણી હોય છે, તે ધર્મના જ પ્રતાપે. શ્રીમાનું તીર્થકર મહારાજા, સુરસંચારિત નવ સુવર્ણકમલો પર પગ મૂકીને વિચરનારા, તથા રૂપ્ય, સુવર્ણ, મણિમય, સમવસરણને વિષે બેસી, ધર્મદેશના આપે છે, તે ધર્મના પ્રતાપે. શ્રીમાનું, ઋષભદેવસ્વામીને, ચોરાશી લાખ પૂર્વ વર્ષના આયુષ્યમાં કોઈ દિવસ માથું સરિખુ પણ દુઃખું નથી તથા વર્ષીતપને પારણે સબળ સેરડીના રસનું પારણું કર્યા છતાં પણ તે રસ ઝરી ગયો,તે ધર્મના જ પ્રતાપે. શ્રીમાનું અજિતનાથ મહારાજા માતાના ગર્ભમાં આવ્યા પછી, જિતશત્રુ રાજા વિજયરાણી સાથે સોગઠાબાજી રમતાં, એક પણ દાવમાં જીતી શકયા નહીં, તે ધર્મના પ્રતાપે. શ્રીમાન શાંતિનાથ મહારાજા માતાના ગર્ભમાં આવ્યા બાદ, અચિરામાતાને, સ્નાન કરાવી, પાણી છાંટવાથી, પ્રથમ હજારો ઉપાયો શાંત કરવા કર્યા છતાં પણ નહિ શાન્ત થયેલ મરકીને ઉપદ્રવ તુરત શાંત થયો, તે ધર્મના પ્રતાપે. શ્રીમાન શાંતિનાથ,કુંથુનાથ, અરનાથ-આ ત્રણે તીર્થકરો એક ભવમાં અલભ્ય ચક્રવર્તી પદ અને તીર્થકરપદ સમકાળે બે પદ પામ્યા, તે સર્વ ધર્મના પ્રતાપે. શ્રીમાનું વર્ધમાનસ્વામીના અવતારે, સિદ્ધાર્થ રાજાના ઘરમાં સર્વથા ૩૨૧ ભાગ-૮ ફેમ- ૨ ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy