SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ તે કોટીશિલા પર મુક્તિ ગયેલા છે. ૬ શ્રી નમિનાથ મહારાજના તીર્થ સંબંધી, ૧ કોટી મુનિવરો તે શિલા પર મુક્તિ ગયેલા છે. બીજા પણ ઘણા મુનિવર્યો તે શિલાના ઉપર મોક્ષે જવાથી તેનું નામકોટીશિલા પડ્યું છે. તે શિલાને આ હુંડા સર્પિણી કાળમાં, ઉત્પન્ન થયેલા નવ વાસુદેવે અનુક્રમે ઉપાડેલી હતી. ૧ ત્રિપૃષ્ટ વાસુદેવે તે શિલાને ડાબે હાથે ઉપાડી મસ્તકના ઉપર છત્રના પેઠે ધારણ કરી હતી. ૨ દ્વિપૃષ્ટ વાસુદેવે, તે જ પ્રમાણે મસ્તક સુધી ઉપાડી હતી. ૩ સ્વયંભૂ વાસુદેવે, ડોક સુધી ઊંચી કરી હતી. ૪ પુરુષોત્તમ વાસુદેવે, છાતી સુધી ઊંચી કરી હતી. ૫ પુરુષસિંહ વાસુદેવે, પેટ સુધી ઊંચી કરી હતી. ૬ પુરુષવર પુંડરીકે, કમ્મર સુધી ઊંચી કરી હતી. ૭ દત્ત વાસુદેવે, સાથળ સુધી ઊંચી કરી હતી. ૮ લક્ષ્મણ વાસુદેવે, ઢીંચણ સુધી ઊંચી કરી હતી. ૯ કૃષ્ણ વાસુદેવે ઢીંચણથી ચાર આંગળ નીચી ઊંચી કરી હતી. આ કોટીશિલા જંબૂદ્વીપમાં ૩૪, ધાતકીમાં ૬૮, પુષ્કરાઈમાં ૬૮ કુલ અઢી દ્વીપમાં ૧૭૦ કોટી શિલા છે. (ઉપદેશ એક્સો સત્યાવીસમો) આત્મા છે, તેની સિદ્ધિ અજ્ઞાની-જીવ છે કે નથી,તે કેમ જાણી શકાય, કારણ કે તે પ્રત્યક્ષ દેખવામાં આવી શકતો નથી, માટે નથી જ. જ્ઞાની-તમો આત્મા નથી એમ માનશો તો અમો કહીશું કે તમારા પૂર્વજો પણ નથી, કારણ કે તે પણ પ્રત્યક્ષ દેખાતા નથી. ૨૯૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy