SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ વિષે પ્રવચન મુદ્રાથી સૂરિમંત્રના સ્મરણ કરનારા અને સુવર્ણવર્ણવાળા આચાર્ય મહારાજનું ધ્યાન કરવું. ૪ ચોથા પદના ઉચ્ચારને વિષે ડોકના ઉપર રહેલા પશ્ચિમ દળને વિષે શિષ્યને આગમ ભણાવનારા ઉપાધ્યાય મહારાજનું ધ્યાન કરવું. પ પાંચમા પદના ઉચ્ચારને વિષે ડાબા કાનની ઉપર રહેલા દળને વિષે કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા શ્યામ વર્ણવાળા સાધુ મહારાજનું ધ્યાન કરવું. - જો ઉજ્જવળ વર્ણવાળા પાંચ પરમેષ્ઠિનું ઉપર કહેલ કમળ દળને વિષે ધ્યાન કરવામાં આવે તો સર્વ વ્યાધિને નાશ કરવાવાળા તથા સર્વ કર્મોને ક્ષય કરવાવાળા થાય છે. (ઉપદેશ અઠયોતેરમો) નવારવાળીયો ૧ શંખની, પ્રવાલની, રતાંજણી રક્તચંદન)ની નૌકારવાળીથી જાપ કરવાથી હજારગણું ફલ થાય. ૨ સ્ફટિકની નૌકારવાળીથી દસ હજારગણા ફળની પ્રાપ્તિ થાય. ૩ મોતીની નૌકારવાળી ગણવાથી લાખગણું ફળ પ્રાપ્ત થાય. ૪ ચંદન (સુખડની) નૌકારવાળીથી કોટીગણું ફળ પ્રાપ્ત થાય. ૫ સોનાની નૌકારવાળીથી દસ કોટીગણું ફળ પ્રાપ્ત થાય. ૬ રૂદ્રાક્ષની નૌકારવાળીથી ગણવાથી અસંખ્યગણું ફલ પ્રાપ્ત થા. ૭ પુત્તજીવા (પુત્રજીવા) નૌકારવાળીથી અનંતગણું ફળ પ્રાપ્ત થાય. ૮ સુતરની નૌકારવાળીથી પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે. ૯. પુત્તજીવા, પીપળા જેવા, એક જાતિના વૃક્ષો થાય છે. તેના ફળો સોપારી જેવડા થાય છે. આ વૃક્ષો જેપુર, પટ્ટી (પંજાબ), હરદ્વાર તરફ વિશેષ થાય છે. તેના ફળની માલા સંત, સંન્યાસી, દાદુપંથી વિશેષે રાખે છે, તે માલા મહિમાવાળી હોય છે. ૨૧૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy