SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ થઈ ગુરુવચન ઉપર સદહણા ન કરે, કદાપિ નિર્મલચિત્ત કરી ગુરુવચને યથાસ્થિતપણે સદહે તો પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયે બોધ આપતા છતાં પણ સંશયથી બોધ ન પામે, કદાપિ સંશય રહિત સદો અને અન્ય ને બોધ પણ કરે, પરંતુ ચારિત્રાવરણી કર્મનો ક્ષય થાય, ત્યારે નિર્મલ સંયમ આરાધી આત્મા મુક્તિમાં જાય છે. | હે મહાનુભાવો ! ધર્મને વિષે અભિરુચિ વધે અને પાપકર્મ થી દૂર થાય એ પ્રકારના જીવોને બોધ કરવો તેને દેશના કહે છે જિનપ્રભુની પૂજા, રૂડા ગુરુની સેવા, ભણવું, ભણાવવું, ઉજ્જવળ વૃત્તિથી તપ કરવો, દાનદેવું, દયા કરવી, એ છે કર્મ ગૃહસ્થાશ્રમી ઓએ હંમેશા કરવા, માતા, પિતા, પવિત્ર ધર્મને દેખાડનાર એટલા ઉપકારીઓનું સેવન કરી, હંમેશા પુણ્ય ફળ મેળવવું પ્રાણીમાત્ર પર દયા, સુપાત્રને વિષે દાન દેવું, ગરીબ પ્રાણીઓને તારવાની શુદ્ધ મતિ, જેમ બને તેમ સઘળાં પ્રાણીઓનો ઉપકાર થાય એવો ધર્મ ભવસાગરમાંથી ઉદ્ધાર કરનારો છે. જ્ઞાન, અભયદાન, દુઃખીને ઔષધસ્થાન અને વસ્ત્ર આપવાં, અહંતનું પૂજન, શમયુક્ત મુનિઓને , વંદના, સ્વપ્રમાં સંતોષ, પારકી સ્ત્રીથી વિમુખતા એ સઘળાં પુરુષોનાં અલંકાર છે. મત્સર, પારકી ચોરી, હિંસા, નિંદા, રાત્રિએ જમવું અને કન્યાસંબંધી કપટ, જૂઠું બોલવું, એ સર્વનો અવશ્ય ત્યાગ કરવો, કારણ કે તે સમગ્ર જેવું બીજું એક પાપસ્થાનક નથી. જે પુરુષો ચિત્તમાં વિચાર કરી પાપને ટાળનાર જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રયીને ગ્રહણ કરે છે તે પવિત્ર ભાવનાયુક્ત પુરુષો, ત્રણે જન્મે સિદ્ધિ સુખને પ્રાપ્ત કરે છે. ઉપદેશ એકાવનમો.) દ્રવ્યસ્વરૂપ દ્રવ્યો બે પ્રકારના છે : કેટલાક ભાવુક, અને કેટલાક અન્ય ભાવુક. ૧. વૈડુર્યમણિ પરદ્રવ્યથી ભાવુક નથી,તેથી સંગત કરવા છતાં ૧૩૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005494
Book TitleVividh Vishay Vicharmala Part 08
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy