________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ કરવામાં પોતાનો વ્યય કરે છે, તેવા પુરુષો આ લોકમાં સારા વિવેકવાળા લેખાય છે, તેમાં પણ જે ઉધરસ, શ્વાસ, સંગ્રહણી, મસા, રક્તપિત, તથા તાવ ઇત્યાદિ વ્યાધિઓથી પીડાએલા હોય છે. તેમનાથી પુણ્યસંચય શી રીતે થઈ શકે? ઘણું કરીને સત્વગુણ, દીનતાને અર્થે શૌર્ય નાશને માટે, ઉદ્યોગ ખરાબ અવસ્થાને માટે અને પવિત્ર કુળ પાપકર્મ કરવાને માટેહોતું નથી.
(ઉપદેશ અડતળીશમો)
ધર્મના આશ્રયથી મોક્ષ ધર્મ, અર્થ, કામ-આ ત્રણ પ્રકારના પુરુષાર્થો માનેલા છે, તેમાં પણ ધર્મને શ્રેષ્ઠ કહેલ છે, કારણ કે ધર્મ વિના અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી. તે ધર્મ દાન, શીયલ, તપ ભાવ ચારે પ્રકારે કહેલ છે. આગમને વિષે ૧. જ્ઞાન દાન, ૨. અભયદાન, ૩. ઉપગ્રહદાન. એ ત્રણ પ્રકારે દાન કહેલ છે. દુખથી ભય પામેલા જીવનું રક્ષણ કરવું, તેના આત્માનો બચાવ કરવો તે અભયદાન કહેવાય છે. ૧ ભવ્યાત્મા જીવોને ઉપદેશ આપી, તથા ભણાવવાથી આગમનું જ્ઞાન પ્રાપ્ત કરાવવું તે જ્ઞાનદાન કહેવાય છે, અને જ્ઞાન તથા અભયદાન આપનારને શુદ્ધ આહારાદિક કલ્પનીય વસ્તુ, વસ્ત્ર, પાત્રાદિક, આપવાથી ત્રીજું ધર્મોપગ્રહદાન કહેવાય છે.
પ્રાણીઓ પાપનો ત્યાગ કરી, દેશથી અને સર્વથી શીયલનું પ્રતિપાલન કરે છે, તે શીયલ ધર્મ કહેવાય છે. જેનાથી કર્મને તપાવાય છે તેને તપ કહેવાય છે. તે તપ બાહ્ય અને અત્યંતર બે પ્રકારે કહેલ છે. ૧ અણસણ કરવાથી બાહ્ય તપ કહેવાય છે, ૨ પ્રાયશ્ચિત લઈ જે તપ કરવામાં આવે છે તે અત્યંતર તપ કહેવાય છે. ભવ્ય જીવો. જે ભાવના વડે વીતરાગના સ્વરૂપને ભાવે છે તે અનિત્યાદિક બાર પ્રકારની ભાવનાઓ કહેલ છે. અર્થને જે પુરુષાર્થ કહેલ છે તે નામ માત્રથી જ છે, પરંતુ પરમાર્થથી તો અર્થ અનર્થરૂપ જ છે. કારણ કે તે અર્થ
(૧૩૪
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org