________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૮ અવિનાશી માની મરજી મુજબ વર્તન કરે છે. અનેક પ્રકારના હથિયાર, જળ, અગ્નિ, સ્થાવર ઝેર એટલે સોમલ, વછનાગ, અફીણ વિગેરેનું ઝેર અને જંગલ ઝેર એટલે સર્પ,વીંછી વિગેરેનું ઝેર. એ બે પ્રકારના ઝેર શત્રુઓ તીણ રોગ, અકસ્માત મૃત્યુ, ટાઢ અને તડકાદિકની પીડા, ઘડપણ તથા વહાલી વસ્તુ અને મિત્રોનો વિયોગ વિગેરે અનેક દુઃખથી આ શરીરને બહુ બહુ પ્રકારના કલેશ થાય છે, માટે આ અર્થ વિનાના દેહમાં આવી જગતમાં સારભૂત અને પૂજ્ય એવા ધર્મને ઉતાવળે પ્રાપ્ત કરો, જો કાચ એકઠા કરવાથી અમૂલ્ય ચિંતામણિ હાથ લાગતું હોય, રેતીનો ઢગલો કરવાથી સોનું હાથમાં આવતું હોય, જળકણોનાં સંચયથી અમૃતનો સમુદ્ર પ્રાપ્ત થતો હોય? ઘરના યોગથી ચક્રવર્તીનું રાજય મળતું હોય ? એ જ પ્રમાણે વિનાશી દેહથી પુણ્યફળ સધાતું હોય તો સત્ અસત્નો વિચાર કરનાર કોણ પુરુષ તે ન સાધી લે ? આ જગતમાં માતા, પિતા, બહેન, ભાઈ મિત્ર તથા રાજા કોઈ રક્ષણ કરી શકતા નથી, માત્ર ધર્મજ રક્ષણ કરે છે, માટે મનુષ્ય દેહમાં આવી ધર્મનેજ સેવવો જરૂરનો છે. ખરો ધર્મ સંપાદન કરવાના ઉપાયો, યોગ્ય આચરણો તથા ખરા જ્ઞાનવાળી ક્રિયાઓ વડે બુદ્ધિમાન મનુષ્યનો જન્મ વખાણવાને યોગ્ય થાય છે. અવશ્ય વિશ્વના સ્વામિની પદવી હાથ કરવાને લાયક પ્રત્યક્ષ ધર્મ જ છે. તેની આજ્ઞા પ્રમાણે ચાલનારા લોકો ત્રણ લોકના અધિપતિ થાય છે હે ભવ્ય જીવો ! રાજા ઇત્યાદિક (મનુષ્યો)ની ચાકરી કરી શરીરને મિથ્યા કષ્ટ શું કરવા ઘો છો ? રાજાને પણ જે રાજયપદવી બક્ષે છે તે ધર્મને જ સેવો. ધર્મ સિવાય કાંઇપણ પ્રાપ્ત થતું નથી. સંસારમાં કેટલાક જે સુખ અને કેટલાક જે દુઃખ ભોગવે છે વિચારશો તો જણાશે કે તેમાં ધર્મ અધર્મ જ કારણ છે, તે જીવો! તમે કદી રાગ વિગેરેને વશ થતા નહિ, કેમકે તે તમને ઉપર ઉપરથી સુખ બતાવી પરિણામે નરક ઇત્યાદિ દુર્ગતિ આપશે. મારા નિશ્ચયથી મને તો લાગે છે કે, આ જગતનાં અન્ય નહિ પણ વિષયો જ ખરા દુશ્મન છે, આરંભમાં તે સારા લાગે છે, પણ છેવટે તે સઘળાનો નાશ કરે છે. ધર્મરૂપી સૂર્યનો
૧૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org