________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ પત્તિ સૂત્ર
અસુરેદ્રના વિમાનો ૫૦ હજાર યોજન પ્રમાણના વિસ્તારવાળા હોય છે.
ચમરેંદ્ર તથા બલીંદ્રના ઈંદ્રધ્વજ પણ ૫00 યોજન ઉંચા હોય
છે.
બાકીના ૧૮ ઈંદ્રોના વિમાનો તથા ઈંદ્રધ્વજો અર્ધ પ્રમાણવાળા હોય છે. | વ્યંતર જયોતિષીના ઈંદ્રોના વિમાનો ૧૦૦૦ યોજના પ્રમાણવાળા હોય છે અને મહેંદ્રધ્વજ પણ ૧૨૫ યોજન ઉંચો હોય છે. જંપદ્વીપ પન્ન
કલ્પસૂત્ર અંતરવાચનાને વિષે તથા પ્રશ્નોત્તરસાર્ધશતક ગ્રંથે તથા હેમચંદ્રસૂરિવિરચિત આદીશ્વરજી ચરિત્રને વિષે પણ એમ જ કહેલ છે.
પાલકાદિક દેવો પોતે જ વિમાનરૂપ થાય છે માટે સર્વે વિમાનો સચિત્ત હોય છે. ઈતિ ઠાણાંગસૂત્રટીકાયામ્ દશમસ્થાને
જિનેશ્વર મહારાજને સ્નાત્ર અભિષેક કરવા માટે ઈંદ્ર આદેશ કરેલા આભિયોગિક દેવતાઓ ક્ષીરસમુદ્રના પાણીને લાવી પછી ત્યાં ઉત્પન્ન થયેલા હજાર પાંખડીવાળા કમળોને ગ્રહણ કરે છે. એ પ્રમાણે પુષ્કરોદધિથી આરંભીને ભરત, ઐરવત,માગધ વિગેરે સ્થાનોના જળ, કમળો, મૃત્તિકા વગેરે ગ્રહણ કરે છે. પ્રભુને અભિષેક કર્યા પછી અચ્યતેંદ્ર ભગવાનના અંગને સાફ કરીને, ઉત્તમ અલંકારો પહેરાવીને સોનાના, બાજોઠ ઉપર રૂપાના ચોખાથી અષ્ટ મંગલિક આલેખીને, મનોહર એવા એકસોને આઠ કાવ્યથી પ્રભુની સ્તુતિ કરે છે. કહ્યું છે કે- જિનરાજની આગળ ધૂપ કરીને, પછી સાત આઠ પગલા હઠીને, બે હાથ જોડી દશ આંગળાને એકઠા કરવાપૂર્વક મસ્તક ઉપર લગાડીને પ્રણામ કરીને પછી જેમાં એક શબ્દ બે વાર ન આવે
૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org