________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
વાવ, તળાવ, કૂવા કરવાને માટે કોઈ સાધુને પૂછે તો હા કહેવાથી ઘણાં જીવોના ઘાતથી પાપ થાય, ના કહેવાથી અંતરાય બંધાય, માટે હા-ના નહિ કહેતાં મૌન ધારણ કરે. બહુ પૂછો કહે કે આ બાબતમાં સાધુને બોલવાનો કોઈપણ પ્રકારનો અધિકાર નથી. સુયગડાંગ સૂત્રે દ્વિતીય શ્રુતસ્કંધે પ્રથમ પુંડરીક
અધ્યયને અગીતાર્થને બે પહોર અને ગીતાર્થને એક પહોરનિદ્રા કરવાનો અધિકાર છે.
ઠાણાંગ સૂત્ર વૃત્તો તીર્થકર મહારાજ કેવલજ્ઞાન પામ્યા પછી ગોચરી જતા નથી.
દશાર્ણભદ્ર મોક્ષે ગયેલ છે. કોઈ કોઈ અનુત્તર વિમાને ગયેલ કહેલ છે તે સત્ય નથી. બીજે કેટલેક ઠેકાણે પણ મોક્ષે ગયાનું કહેલ
મલ્લિનાથે અભ્યતર પર્ષદાએ ૩૦૦ સ્ત્રીઓની સાથે દીક્ષા લીધી છે. કોઇકમાં લખેલ છે કે છ મિત્રોએ સાથે દીક્ષા લીધી છે, કોઇકમાં લખેલ છે કે કેવળજ્ઞાન ઉપજયા પછી દીક્ષા લીધેલ છે.
અઢાર રૂા.ની કિસ્મતની નીચેની કિસ્મતનું વસ્ત્ર સાધુને રાખી શકાય, વધારે નહિ.
૧. અરિહંતનો ૨. અરિહંતે કથન કરેલ ધર્મનો ૩. આચાર્ય ઉપાધ્યાયનો ૪. શ્રી ચતુર્વિધ સંઘનો અને ૫. સમ્યગુદૃષ્ટિ દેવોનો અવર્ણવાદ બોલવાથી જીવો દુર્લભબોધિ થાય છે.
હાલમાં ઉત્પન્ન થયેલો દેવ તુરત મનુષ્યલોકે ચાર કારણે આવે
છે.
અરિહંતના જન્મ, દીક્ષા, જ્ઞાન, મોક્ષ આ ચાર વખતે જગતમાં
ભાગ-૭ ફર્મ-૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org