________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
૨૩. સાધુ ઔષધિ, ઔષધ પાસે ન રાખે. દશવૈકાલિકે. ૨૪. સાધુ સવારે શીત આહાર ન વહોરે. આચારંગે.
૨૫. સાધુ એકલી સ્ત્રી તથા એકલી સાધ્વી પાસે શ્રાવક વિના વ્યાખ્યાન ન કરે. સુયગડાંગ તથા ઉત્તરાધ્યયને.
૨૬. સાધુ કમાડ ઉઘાડી આહાર ન લે. દશવૈકાલિક તથા પ્રતિક્રમણ સૂત્રે.
ર૭. સાધુ તથા તપસ્વી એકજ વખત આહાર કરે. દશવૈકાલિક ૫ માં અધ્યયને.
૨૮. સાધુ કાલવેલામાં ચાલતા માથું ન ઢાંકે તો દોષ લાગે. દશવૈકાલિક ઉત્તરાધ્યયન બીજે અધ્યયને.
૨૯.સાધુ સાધ્વીનો લાવેલો આહાર ન લે. આચારાંગ સૂત્રો તથા વ્યવહાર સૂત્રે.
૩૦. સાધુ બે કોશ ઉપરાંત આહાર પાણી લેવા ન જાય. ભગવતી તથા ઉત્તરાધ્યયન સૂત્રે.
૩૧. સાધુ સાધ્વીને કથા ચરિત્ર શૃંગાર રૂપ ચોપાઈ ન કહે. ઉત્તરાધ્યયને તથા પ્રશ્નવ્યાકરણ સૂત્રે.
૩૨. સાધુ બહુ મૂલ્યવાળી વસ્તુ ન લે. ઉત્તરાધ્યયને તથા દિશવૈકાલિકે.
૩૩. સાધુ ગૃહસ્થ ને ઘરે બેસી વ્યાખ્યાન કથા ન કરે. સૂયગડાંગ તથા દશવૈકાલિક સૂત્રે.
૩૪.સાધુ સાધ્વી સાથે વિહાર ન કરે. સૂયગડાંગ સૂત્રે તથા દશવૈકાલિકે.
પાસત્થાનું સ્વરૂપ ૧. નવે વ્યાખ્યાન. કલ્પસૂત્રના વાંચે તે પાસત્યો. ઈતિ કલ્પચૂર્ણો. દશમે ઉદેશે.
૨. નિત્ય પિંડ લે તે પાસન્થો. ઈતિ આવશ્યકચૂર્ણો.
૨૦૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org