________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
૨૫. ઠાણાંગ સૂત્રે, પાંચમે ઠાણે, બીજે ઉદેશે, પાંચ મહા નદી ઉતારવાની ના કહી છે, અને વળી બીજા લગતા સૂત્રમાં હા કહી છે, તે કેમ?
૨૬. વળી તીંહા વર્ષાકાળે રહ્યા, તેને ગામાનું ગ્રામ વિચરવું ન કહ્યું, અને ફરીથી કહ્યું કે, પાંચ કારણે કહ્યું, તે કેમ?
૨૭.દશવૈકાલિક, તથા આચારાંગ સૂત્ર, ત્રિવિધ ત્રિવિધે, પ્રાણાતિપાત પચ્ચખે, તથા સમવાયાંગ, તથા દશા શ્રત સ્કંધ, નદી ઉતરવી કહી, તે મોકળી કેમ ઉતરે તે કેમ ?
૨૮.કલ્પસૂત્રમાં વર્ષાકાળે,સાધુએ નિર્ગથે, વિગય વારે વારે લેવી ન કહ્યું, એટલે કોઈકવેળાએ, સુયગડાંગ, દ્વિશ્રુ,અધ્ય. ૨ જો ,સાધુ વર્ગને કહ્યું કે તે ન કહ્યું, તે કેમ?
૨૯.કલ્પસૂત્રને વિષે, તેમજ ભગવતી સૂત્ર, આઠમે શતકે, નવમે ઉદેશે, કુણિમા આહારે નારકી આયુષ્ય બાંધે તે કેમ?
૩૦. દશવૈકાલિક સૂત્રે, ત્રીજે અધ્યયને, લુણ પ્રમુખ અનાચીર્ણ કહ્યું છે, અને આચારંગ સૂત્રે, દ્વિતીય શ્રુત સ્કંધે પ્રથમ અધ્યયને, દસમે ઉદેશે, લુણ આવી ગયું હોય તો, પોતે વાપરે. અગર સંભોગિકને વહેંચી આપે, તે કેમ ?
૩૧. ભગવતી સૂત્રે, અઢારમું શતકે,લીંબડો તીખો કહ્યો છે, અને ઉત્તરાધ્યયન સૂત્રે, ૩૪ મેં અધ્યયને, લીંબડાને કડવો કહ્યો છે, તે કેમ
?
૩૨. આચારાંગ સૂત્રે, બીજે શ્રુત સ્કંધે , ઈર્યાધ્યયનમાં. જાણતો થકો, કહે જે નથી જાણતો, તથા દશવૈકાલિક સૂત્રે, ત્રિવિધ ત્રિવિધે, મૃષાવાદ વર્ષેતે કેમ? - ૩૩.સમવાયંગ સૂત્રે ૨૩ તીર્થકરને, સૂર્યોદયે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું કહે છે, અને દશાશ્રુતે, નેમનાથસ્વામિને, પાછલે પહોરે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું કહે છે તે કેમ? ૩૪. ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૨ મેં અધ્યયને, જશે બ્રાહ્મણને હણ્યા,
M૧૯૮)
૧૯૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org