________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
કરે તેમ કહ્યું છે, અને ભગવતી સૂત્રમાં, ભગવાને બીજોરાપાક લીધો, તે કેમ?
૧૬. દશવૈકાલિક સૂત્રે, છઠ્ઠ અધ્યયને, એક ભોજન કહેલું છે અને કલ્પસૂત્રમાં, વિકૃષ્ટ તપવાળાને સર્વ કાળ ગોચરી નો કલ્પે તે કેમ ? ૧૭. કલ્પસૂત્રમાં, થોડી થોડી વૃષ્ટિ હોય તો વહોરવા જવાનું કહ્યું છે અને દશવૈકાલિક સૂત્રે પાંચમાં અધ્યયને, પ્રથમ ઉદેશે, વરસાદ વરસતો હોય તો, વહોરવા ન જાય તે કેમ ?
૧૮. ભગવતી સૂત્રમાં, ૧૪ મેં શતકે, અને સાતમે ઉદેશે ભાત પાણીના પચ્ચખાણ કરીને આહાર પાણી કરે, ને સિદ્ધાંતમાં,વ્રતભંગથી મહા દોષ લાગે તે કેમ ?
૧૯. પક્ષવણા સૂત્રમાં, ૧૮ માં કાયસ્થિતિ પદે, સ્ત્રી વેદનીય કાયસ્થિતિના,પાંચ આદેશ કહ્યા છે,તો સર્વજ્ઞ મતમાં પાંચ વાતનથી તે કેમ?
૨૦. ઠાણાંગ સૂત્રે, પાંચમે ઠાણે, બીજે ઉદેશે રાજપિંડ લેવો નહી, તેમ કહેલ છે, અંતગડ સૂત્રે, છઠ્ઠ વર્ગો, પાંચમે અધ્યયને ગૌતમ સ્વામીએ શ્રીદેવીને ઘરેથી આહાર લીધો, કેમ ?
૨૧.સમવાયંગ સૂત્રમાં,જ્યાં જ્યાં પ્રભુ વિચરે, ત્યાં ત્યાં, ચારે દિશામાં ઈતિ, ન હોય, મારી ન હોય તો વિપાક સૂત્રમાં પોતે સમોસર્યા છતાં અભગ્નસેન પ્રમુખ કેમ આવ્યા ?
૨૨.એમ વિપાકસૂત્રમાં અધ્યયને અધ્યયને છે,તે કેટલું લખાય, તથા ભગવતીસૂત્રે સર્વાનુભૂતિ સુનક્ષત્ર. સમવસરણમાં બલ્યા અને ભગવાનને લોઈખંડ જાડો થયો. તે કેમ ?
૨૩.સમવાયંગ સૂત્રમાં ઉપાસકનો સંબંધ છે તેમાં શ્રાવકના ચૈત્ય કહ્યા છે. અને ઉપાસક્રમા નથી તે કેમ ?
૨૪.ભગવતી સૂત્રે આઠમે શતકે છઃ ઉદેશે. સાધુને અપ્રાસુક અનેષણિય વહોરે તો ઘણી નિર્જરા કરે અને અલ્પ પાપકર્મ બાંધે તથા ઠાણાંગ સત્રે, ત્રીજે ઠાણે, પ્રથમ ઉદેશે, સાધુને અપ્રાસુક આપે તો, અલ્પ આયુષ્ય બાંધે તે કેમ ?
Jain Education International
૧૯૭
For Personal & Private Use Only
www.jainelibrary.org