________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
૧૯૪. શ્રી નંદીસૂત્રામાં વિશાલાનગરીની અંદર શ્રી મુનિસુવ્રતસ્વામીનું મહા પ્રભાવિક સ્કૂલ કહેલ છે.
૧૯૫.શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં સ્થાપન માનવી કહેલ છે. - ૧૯૬. શ્રી આવશ્યક સૂત્રામાં ભરત ચક્રવર્તિયે જિનમંદિરકરાવ્યાનો અધિકાર છે.
૧૯૭. શ્રી આવશ્યક સૂત્રમાં વન્ગર શ્રાવકે શ્રી મલ્લિનાથજીનું દેહેરૂ બંધાવ્યાનો અધિકાર છે.
૧૯૮. શ્રી આવશ્યક સૂત્રમાં પુષ્પોથી જિન પૂજા કરવાથી સંસાર ક્ષય થાય છે. એમ કહેલું છે.
૧૯૯ શ્રી આવશ્યક સૂત્રમાં પ્રભાવતી શ્રાવિકાએ જિન મંદિર બનાવ્યું છે.તથા પ્રતિમાની આગળ નાટક કર્યું છે.
૨૦૦.શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે શ્રેણિક મહારાજા એકસોને આઠ સોનાના જવ નવા દરરોજ કરાવીને જિન સન્મુખ સ્વસ્તિક કરતા હતા.
૨૦૧ શ્રી આવશ્યક સૂત્રમાં સાધુ કાર્યોત્સર્ગમાં જિનપ્રતિમાની પૂજાની અનુમોદના કરે છે. એમ કહ્યું છે.
૨૦૨ શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે સર્વ લોકમાં જે જિન પ્રતિમા છે. તેને આરાધવા નિમિત્તે સાધુ તથા શ્રાવકો કાઉસ્સગ્ન કરે.
૨૦૩.શ્રી વ્યવહાર સૂત્રમાં પ્રથમ ઉદેશે જિન પ્રતિમાની આગળ આલોચના કરવી કહી છે.
૨૦૪. શ્રી મહાનિશીથ સૂત્રમાં જિન મંદિર બનાવતા ઉત્કૃષ્ટ બારમા દેવલોક પર્યત જાય છે. એમ કહેલ છે.
૨૦૫. શ્રી મહાકલ્પસૂત્રમાં જિનમંદિરની અંદર-સાધુ શ્રાવક વંદના કરવા ન જાય તો પ્રાયશ્ચિત લાગે છે.
૨૦૬. શ્રી જિતકલ્પસૂત્રમાં પણ તેને લગતો અધિકાર છે.
૨૦૭. શ્રી પ્રથમ અનુયોગમાં અનેક શ્રાવક શ્રાવિકાઓએ જિન મંદિર બનાવ્યા છે. તથા પૂજા કર્યાનો અધિકાર છે. જિન પ્રતિમાને પૂજ્યાના ફળ સૂત્રોમાં કહેલ છે.
M૧૮૬)
૧૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org