________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ શત્રુંજ્યનું વિસ્તારથી વર્ણન છે. શત્રુંજય મહાસ્ય ઋષભદેવ સ્વામીના પ્રથમ ગણધર પુંડરીકસ્વામીએ સવાલક્ષ શ્લોકનું બનાવ્યું હતું ત્યાર પછી મહાવીર સ્વામીના પાંચમા ગણધર સુધર્માસ્વામીયે ચોવીશ હજાર. શ્લોકનું સંક્ષિપ્ત કર્યું.
ત્યાર પછી દૂષમ કાલમાં અલ્પાયુજાણી પૂર્વધર ધનેશ્વરસૂરિ મહારાજાયે દસ હજાર શ્લોકનું કર્યું તેની વિગત.
૧. શ્રી ભરત ચક્રવર્તિએ ચતુર્વિધ સંઘ સહિત ૧ શત્રુંજય, ૨ રૈવતાચલ, ૩ સમેતશિખર, ૪ શ્રી વૈભારગિરિ, ૫ શ્રી અષ્ટાપદ, ૬ શ્રી તાલધ્વજગિરિ, ૭ શ્રી કદંબગિરિ ઈત્યાદિ તીર્થોની યાત્રા કરી તેમના ઉપર દહેરાસર બંધાવ્યા.
૨. શ્રી ચક્રવર્તિની આઠમી પાટે દંડવીર્ય રાજા થયો.તેણે ઉપર લખેલા તીર્થોની જાત્રા કરી છે તથા આબુજી ઉપર જૈન મંદીર બંધાવ્યા
૩. શ્રી સીમંધરસ્વામીનો ઉપદેશ સાંભળી ઈશાનેદ્ર ઉદ્ધાર કર્યો.
૪. શ્રી અજિતનાથ મહારાજનો ઉપદેશ સાંભળી સગરચક્રવર્તિએ શત્રુંજયની યાત્રા કરી ઉદ્ધાર કર્યો.
૫. શ્રી શાન્તિનાથ મહારાજનો ઉપદેશ સાંભળી ચક્રાયુધ રાજાએ યાત્રા કરી ઉદ્ધાર કર્યો.
૬. શ્રી રામચંદ્રજીયે યાત્રા કરી ઉદ્ધાર કર્યો તથા રાવણે અષ્ટાપદ ઉપર જૈનમંદિરમાં ભક્તિ માટે નાટારંભ કરેલ છે.
૭. શ્રી નેમિનાથ મહારાજના સમયમાં પાંચ પાંડવો શત્રુંજ્યની યાત્રા કરી ઉદ્ધાર કરી, ત્યાં મોક્ષે ગયા છે. ઈત્યાદિ અનેક વિસ્તાર છે.
શ્રી પ્રશ્ન વ્યાધ્રણ સૂત્ર ૧૦ ૭૪. બીજા સંવર દ્વારમાં કહેલું છે કે મુનિયોના વ્યાકરણ સહીત બોલવું તેમ નહિ બોલવાથી અશુદ્ધ બોલાય તેથી મૃષાવાદ લાગે.
૭૫. ત્રીજા ચૈત્યદ્વારમાં મુનિયોને ચૈત્ય તથા અરિહંતની
૧૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org