________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
પાંચ ભરત, પાંચ ઐરાવત ક્ષેત્રને વિષે એક ભરતક્ષેત્રના અતીત અનામત વર્તમાન કાલને વિષે ઉત્પન્ન થયેલા ત્રણ ચૌવિશી એટલે બોતેર જિનેશ્વર મહરાજાઓ થાય છે.
ત્યારબાદ પાંચ ભરતને વિષે ગણત્રી કરી મેળવાથી ૩૬૦ અરિહંતની પ્રતિમા થાય છે.
તેવી જ રીતે પાંચ ઐરાવત ક્ષેત્રની પણ ૩૬૦ પ્રતિમાજી થાય છે. એવી રીતે દસ ક્ષેત્રની પ્રતિમાજીને એકત્ર કરવાથી કુલ ૭૨૦ પ્રતિમાજી થયા ત્યારબાદ ઉત્કૃષ્ટકાળને વિષે પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષે ૧૬૦ તીર્થંકરો થાય તેની ૧૬૦ પ્રતિમાજી ૭૨૦ માં મેળવવાથી ૮૮૦ જિન પ્રતિમાજી થાય છે.
જંબુદ્વીપને વિષે રહેલ ભરતક્ષેત્રને વિષે ઉત્પન્ન થયેલા વર્તમાન કાળની ચોવિશીના જિનોનાં પ્રત્યેક પંચ કલ્યાણક સંબંધિ પાંચ પ્રતિમાજી ગણતાં ૨૪ ને પાંચે ગુણતાં ૧૨૦ પ્રતિમાજી થાય છે. ૮૮૦ માં ૧૨૦ પ્રતિમાજી મેળવતા ૧૦૦૦ પ્રતિમાજી થાય છે. ત્યારબાદ ૨૦ વિહારમાન જિનોની ૨૦ પ્રતિમાજી થાય છે. ત્યારબાદ ઋષભ ચંદ્રાનન વર્ધમાન વારિષેણ આ ચાર શાશ્વતા જિનેશ્વરોની ૪ પ્રતિમાજી થાય છે. એવી રીતે ઉપરની ૨૪ પ્રતિમાજી મેળવતા ૧૦૨૪ પ્રતિમાજી થયા એટલી પ્રતિમાજી સહસ્ત્રફૂટને વિષે હોય છે.
- દસ ક્ષેત્ર સંબંધિ ૭૨૦ પ્રતિમાજી. પાંચ મહાવિદેહ સંબંધિ ૬૦ પ્રતિમાજી ભરતક્ષેત્ર સંબંધિ ૨૪ તીર્થકરના પાંચ કલ્યાણક સંબંધિ ૧૨૦ પ્રતિમાજી.
વીશ વિહરમાનની ૨૦ પ્રતિમાજી ૪ શાશ્વતા જિનની ૪ પ્રતિમાજી એવી રીતે સર્વને મેળવતા સર્વ પ્રતિમાજી ૧૦૨૪ સહસ્ત્રકૂટને વિષે કુલ હોય છે.
સમ્મતિતર્કે ત્રીજેકંડે સિદ્ધસેન દિવાક્ર સૂરિ
૧૫૧
ભાગ
ભાગ-૭ ફિમ-૧૩
—૧૫૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org