________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ છે. ૩. ભદ્ર. ૪ વિશ્વાહલ. ૫. સુપ્રતિષ્ઠિત. ૬. અચલ. ૭,પુંડરીક. ૮ અજિતધર, વીરભગવાનના વારે. ૯.અજિતનાથ. ૧૦. પેઢાલ. ૧૧.સત્યકી. એવી રીતે ૧૧ રુદ્રો થયા છે. આ સર્વે અંગવિદ્યાના ધારણ કરનારનારા હતા.
વિચારશતકે. જિનમંદિરમાં દર્શન કરતી વખતે પાઘડી તેમજ ટોપી વિગેરે ઉતારે તો અપશુકન કહેલ છે.ઉપાધ્યાયજી સમયસુંદરજીસૂરિ.
વિચાર સંગ્રહ ગ્રંથે. કુમારપાલ રાજાને બોધ કરનાર હેમચંદ્રાચાર્ય ચોથે માહેંદ્ર દેવલોકે ગયા છે. કુમારપાલ રાજા કાલધર્મ પામી વ્યંતરદેવતા થયેલ છે.
વિચારસારગ્રંથે તામલીયે છેવટને સમયે જૈનના દયાલુ સાધુઓને ચાલતી વખતે ઈર્યાસમિતિ,શુદ્ધ કરતા જતા દેખીને અનુમોદન કરવાથી ઈશાન ઈંદ્રપણું મેળવ્યું છે.
વિચારામૃતસંગ્રહે. રૌદ્રધ્યાનથી મૃત્યુ પામેલો તંદુલ મત્સ્ય હિંસાદિક દુષ્કર્મ વિના પણ અસંખ્ય દુષ્કર્મ વડે પરાભવ કરનાર દુરંત સાતમી નરકે જાય છે.
વિચારામૃતસંગ્રહ કુલમંડનસૂરિ. શ્રાવકને મુખવસ્ત્રીકા વિગેરે રાખવાનું અનેક ઠેકાણે લખેલ છે. વિશેષ જાણવું
૧૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org