________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
બોલતી વખતે ભાષાવર્ગણાથી બાદર વાયુકાય હણાય નહિ, કારણ કે ભાષાવર્ગણાના દલ સંબંધી સૂક્ષ્મ વાયુકાય છે. ચૌભંગી૧ સૂક્ષ્મથી બાદર ન હણાય, ૨ બાદરથી સૂક્ષ્મ ન હણાય, ૩ સૂક્ષ્મથી સૂક્ષ્મ ન હણાય,૪ બાદરથી બાદર ન હણાય. શ્વાસોશ્વાસ, ભાષાવર્ગણા પુદ્ગલો ૧૬ ગણા હોય તો પણ બાદર વાયુકાય હિંસા ન થાય.
વિધિકૌમુદી મિથ્યાત્વાના ઘણા ભેદો કહેલા છે, કોઈ ઠેકાણે એક વીશ ભેદો કહેલા છે અને ઉપરોક્ત ગ્રંથમાં તોતેર ભેદો કહેલા છે.
વિવેકવિલાસે વિદ્વાન માણસે એક વસ્ત્ર પહેરીને, ભીનું વસ્ત્ર મસ્તક પર વીંટીને અપવિત્રપણે તેમજ અતિ લોલુપીપણે ભોજન કરવું નહિ.
અમુક અમુક જગ્યાને વિષે મળમૂત્ર કરવા નહિ તેવું લખાણ
છે.
વિષ્ણુભક્તિ ચંદ્રોદયે ૧,૬,૧૦,૯ સંક્રાતિમાં, ઉપવાસ તથા શ્રાધ્ધ દાતણ કરવાની બંધી કહેલ છે.
વીતરાગજીવટીકયામ્ કલ્પવૃક્ષાદિ દેવ સહાયથી મનુષ્યોના મનોરથોને પૂરે છે.
વિચારસારપ્રક્રણે ઋષભદેવના તીર્થમાં ૧ ભીમાવલી અજિતનાથના તીર્થમાં ૨. જો જિતશત્રુ સુવિધિનાથથી શાંતિનાથ સુધીમાં અનુક્રમે આઠ થયા
૧૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org