________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
તલ, મગ, મસુર, કલાય(ત્રિપુટ નામનું ધાન્ય), અડદ, ચોળા, કળથી, તુવર, વટાણા, વાલ, કોઠીમાં નાખી ઢાંકી ઉપર લીંપેલ હોય તો ઉત્કૃષ્ટ પાંચ વર્ષની સ્થિતિ જાણવી પછી અચિત્ત થાય.
અલશી, કુસુભ કાંગ, કોર, દુષક,સામો,શણભીંડવરટ,બંટી, કોદરા, રાલક, મૂલાના બીજ કોઠીમાં નાંખી ઢાંક્યા-લીંપ્યા ચાંદ્યા હોય તો ઉત્કૃષ્ટ સાત વરસની સ્થિતિ જાણવી. પછી અચિત્ત થાય.
હરિતાલ,મનઃશિલા પિપ્પલી, મૃદ્રિકા ખજુર, હરડે, સચિત્ત છે પણ જલDલભૂમિથી ૧૦૦ યોજન દૂરથી આવતા અચિત્ત થાય છે. સિવાય સચિત્ત પિપ્પલી, હરડે આદિ આચાર્ણ છે. ખાર દ્રાક્ષાદિ અનાચીણ છે.
આચાર્યોએ, ગીતાએ, રોગી સાધુએ મલિન વસ્ત્રો ધારણ કરવા યોગ્ય નથી
મુનિઓને નિહારના ૧૦૨૩ દોષો ટાળવાને માટે વિસ્તારથી બતાવેલા છે.
પુરુષના શરીરમાં મૂછો તથા મસ્તકના કેશ સિવાય નવાણું લાખ રૂંવાટા હોય છે. તેમાં મૂછો તથા મસ્તકના વાળને એકઠા કરતા સાડીત્રણ કરોડ રૂંવાટા થાય છે,
આસો માસે કૃષ્ણપક્ષે તેરશની રાત્રિએ પ્રથમના બે પહોરમાં દેવાનંદાની કુક્ષિથી લઈને મહાવીર મહારાજને હરિણગમેષી દેવે ત્રિશલાની કુક્ષિને વિષે મૂકેલ છે.
તીર્થંકર મહારાજના મસ્તક ઉપર અશોકવૃક્ષ હોય. તેમાં આદિનાથથી તે પાર્શ્વનાથ મહારાજાને પોતાના શરીરના માનથી બારગણો ઉંચો અશોક વૃક્ષ હોય પરંતુ ઋષભદેવના મસ્તક ઉપર ત્રણ ગાઉનો હતાં.મહાવીર મહારાજાને ૩૨ ધનુષ્ય ઉંચો હતો તેમાં ૭ હાથ ભગવાનનું શરીર તેને ૧૨ ગુણો કરવાથી ૨૧ ધનુષ્ય થાય. ૧૧ ધનુષ્ય શાલવૃક્ષ કે જેના નીચે ભગવાનને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું
૧૨૩)
૧૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org