________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ સચિત્ત થાય છે, શીતકાલમાં ચાર પ્રહર પછી સચિત થાય છે, અને વર્ષાકાળમાં ત્રણ પ્રહર પછી સચિત થાય છે. તેનો ભાવાર્થ એવો છે કે રોગી, ગ્લાન આદિ સાધુઓને માટે રાખેલા પ્રાસુક જળની ગ્રીષ્મઋતુમાં પાંચ પહોર પછી. સચિત્ત થાય છે, કારણ કે તે ઋતુ અતિરૂક્ષછે, તેથી ચિરકાળે જીવો ઉત્પન્ન થાય છે. શીતકાળની ઋતુ સ્નિગ્ધ છે. તેથી શિશિરઋતુમાં ચાર પહોર પછી જળ સચિત્ત થાય છે અને વર્ષાઋતુ અતિસ્નિગ્ધ છે તેથી પ્રાસુક જળ ત્રણ પહોરે સચિત્ત થાય છે. ઉપર કહેલી મર્યાદાથી જો અધિક કાળ પાણી રાખવું હોય તો તેમાં ક્ષારસૂના અથવા બકરાની લીંડીઓ નાખવાથી તે સચિત થતું નથી.
રુચકપ્રદેશની સમજૂતા પૃથ્વી ઉંચે મુખે છ ખંડકોમાં એટલે દોઢ રાજમાં સૌધર્મ અને ઈશાન નામના બે દેવલોકો છે. તેના ઉપર ચાર ખંડકોમાં એટલે અઢી રાજમાં સનકુમાર અને માહેંદ્ર નામના બે દેવલોકો છે.
તેના ઉપરના દશ ખંડકોમાં એટલે અઢીરાજમાં બ્રહ્માંતક, શુક્ર સહસ્ત્રાર નામના ચાર દેવલોકો છે અને ત્યાંથી ઉપરલા ચાર ખંડકોમાં એટલે એક રાજમાં આનત, પ્રાણત આરણ, અય્યત નામના ચાર દેવલોકો છે.
અને ત્યાંથી સર્વના ઉપર રહેલા ચાર ખંડકોમાં એટલે છેલ્લા એક રાજમાં નવ રૈવેયક તથા વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ નામના પાંચ અનુત્તર વિમાનો અને સિદ્ધશિલા છે.
તપ ચિંતવન કરવાનું સદાકાલે કહ્યું છે. ઈતિપ્રવચન સારોદ્વારે તથા યોગશાસ્ત્ર.
પકવાન્નકાલ શિયાલે ૩૦ દિન, ઉનાળે ૨૦ દિન, ચોમાસે ૧૫ દિન. .
રાંધ્યું ધાન્ય દ્વિદલ ૪, પહોર
૧૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org