SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ ગૌતમકુક્લક બૃહદ્રવૃત દમયંતીએ પોતાના પાછલા વીરમતીના ભવમાં અષ્ટાપદજી ઉપર ચોવીશે ભગવાનને રત્નના તિલક કર્યા હતા. તે વખતે દેવ . વિગેરેની સહાયથી અષ્ટાપદ ગયેલ છે. દીક્ષા લઈ ગીતાર્થ થયા બાદ કેટલાયેક વર્ષે ગુરૂએ યોગ્યતા જાણ્યા પછી સ્યુલિભદ્રજીને કોશાને ઘરે ચોમાસુ કરવાની રજા આપી હતી, કારણ કે તેઓ આગમવ્યવહારી હતા. ગણધર મહારાજાએ એકલા મુનિને વિહાર કરવાની સૂત્રમાં મનાઈ કરી છે માટે આગમવ્યવહારી થયા સિવાય ગુરુ રજા આપે જ નહિ એવા પ્રકારનો ઉલ્લેખ પોતાના ચરિત્રમાં તથા સદરહુ ગ્રંથમાં છે. ગુણસ્થાનકમારોહ દેવ, ગુરુ સંઘને વિષે બહુમાનભક્તિ કરે, શાસનની ઉન્નત્તિ કરે તો તે જીવ વ્રત રહિત છતાં પણ ચોથા ગુણસ્થાનક વિષે સ્થિતિ કરે છે અર્થાત સમક્તિ પામે છે. એવી રીતે વ્યવહારસમક્તિ કહેલ પૂર્વગત શ્રતને જાણનાર હોય, નિત્ય અપ્રમત્ત નિરતિચાર ચારિત્રવંત હોય, પ્રથમના ત્રણ સંહનનવડે સહિત હોય અને શુકલધ્યાનમાં પહેલા પાયાનું ધ્યાન કરતો હોય તે અનુક્રમે પોતાની ઉપશમશ્રેણિનો આશ્રય કરે છે. એટલે ઉપશમશ્રેણીનો પ્રારંભ કરે છે. એવી રીતે પ્રથમ ઉપશમશ્રેણિ પડવા યોગ્ય જીવના લક્ષણા કહ્યાં છે. અપૂર્વકરણ અને અનિવૃત્તિનાદર એ બે ગુણઠાણે અનુક્રમે સાથે સંજવલન લોભ વર્જિત બાકીની ચારિત્રમોહની વિશ પ્રકૃતિની શાંત કરે છે એટલે ઉપશમાવે છે. પછી એકેક ગુણસ્થાને એટલે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાને સંજવલન મોહનીય પ્રકૃતિનું અણુંપણું કરે છે, અને ઉપશાંતમોગુણસ્થાને તેજ અણુરૂપ લોભ પ્રકૃતિને ઉપશમાવેછે ને ૧૦૯) ૧૦૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005493
Book TitleVividh Vishay Vicharmala Part 07
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy