________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
* ઉપદેશતરંગિણી, રત્નમંદિગણિ
પાંચમા દેવલોકના સ્વામી બ્રહ્મદ્ર નેમિનાથ મહારાજની મૂર્તિ ગિરનાર ઉપર ભરાવવાથી ૨૦ કોટી સાગરોપમ સમય થયા છતાં પણ તેનો યશ હજી લોકો ગાય છે.
રામ રાજાને થઈ ગયા ૧૧ લાખ ઉપર વર્ષ થયા છતાં પણ લોકોમાં તેમની તાજી પ્રશંસા છે.
મુનિસુવ્રત મહારાજ પ્રતિષ્ઠાન નગરથી વિહાર કરીને એક રાત્રિમાં ૬૦ યોજન દૂર ભરુચમાં અશ્વને બોધ કરવા તેમજ તેનું રક્ષણ કરવા ગયેલ છે.
શ્રી મહાવીરસ્વામી મહારાજાએ ચંપાનગરીથી વિહાર કરી સુધા, તૃષા સહન કરનાર તથા લઘુનીતિ રોકવાદિ કષ્ટને સહન કરી ઉપસર્ગને સહન કરી મુક્તિની પ્રાપ્તિને માટે આરાધના કરનારા ૧૫૦૦ મુનિયોના મરણની ઉપેક્ષા કરી વીતભયપત્તને જઈ ચરમ રાજર્ષિ ઉદાયન રાજાને દીક્ષા આપી, કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવી તાર્યો.
જમાલિના પંદર ભવો ભગવતી સૂત્રો, પન્નવણા સૂરો, ઉપદેશમાળા વિવરણે, હેમચન્દ્રાચાર્યકૃત મહાવીર ચરિત્રે તથા ઉપદેશમાલા વૃત્તિ વિગેરેમાં પાંચ ૫ તિર્યંચમાં, ૫ મનુષ્યમાં ૫ દેવમાં આવી રીતે ૧૫ ભવો કહ્યા છે.
જિનેશ્વરસૂરિક્ત ક્યાકોષે તામલિ સમક્તિપ્રાપ્તિ
તામલિયે અંતસમયે અણસણ કર્યું તે વખતે જૈનના શ્વેતાંબર સાધુઓને પગલે પગલે ઈર્યાસમિતિ શોધતા બાહિર ભૂમિએ જતા દેખીને તામલિએ ચિંતવન કરી કે –અહો! આ સાધુઓતો ઉત્તમ છે કે પગલે પગલે જીવરક્ષા કરતા જાય છે. એવી ભાવના ભાવવાથી
૧૦૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org