________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
૧૧. કૃષ્ણની માતા દેવકીનો જીવ અગ્યારમા મુનિસુવ્રત તીર્થકર થશે.
૧૨. સમવાયંગ સૂત્રમાં કહ્યા પ્રમાણે કૃષ્ણ વાસુદેવનો જીવ બારમા અમમ નામના તીર્થકર થશે. કોઈના તેરમાં ભગવાન કહ્યા છે. તત્વ કેવલી જાણે.
૧૩. સુજયેષ્ઠા સાધ્વીનો પુત્ર સત્યકી વિદ્યાધર કે હાલમાં અગ્યારમા રૂદ્રને નામે પ્રસિદ્ધ છે, તે નિઃકષાય નામના તીર્થકર થશે, સમવાયાંગમાં બારમા કહ્યા છે, તત્ત્વ કેવલી જાણે.
૧૪. બળદેવનો જીવ ચૌદમા નિ પુલાક ભગવાન થશે, ને બળદેવ કૃષ્ણના ભાઈ નહિ, કારણ કે હેમચંદ્રસૂરીએ કરેલા નેમિ ચરિત્રામાં બળદેવનો જીવ કૃષ્ણના તીર્થમાં સિદ્ધિ પદ પામવાનું કહેલ છે, માટે બળદેવ બીજા જાણવા.
૧૫. સુલસા શ્રાવિકાનો જીવ પંદરમા નિર્મમ નામના તીર્થકર થશે. વીર ભગવાને ધર્મલાભ કહેવરાવ્યો હતો તે સુલસા શ્રાવિકા જાણવી.
૧૬. બલદેવની માતા રોહિણીનો જીવ સોળમા ચિત્રગુપ્ત નામના તીર્થકર થશે.
૧૭ રેવતી શ્રાવિકાનો જીવ સત્તરમા સમાધિ નામના ભગવાન થશે. મહાવીરના શિષ્યને બીજોરાપાક વહોરાવનારી રેવતી.
૧૮. શતાલિ શ્રાવકનો જીવ અઢારમા સંવર નામના ભગવાન થશે.
૧૯. લોકમાં વેદવ્યાસના નામથી પ્રસિદ્ધ થયેલ દ્વૈપાયનનો જીવ ઓગણીશમા યશોધર તીર્થકર થશે.
૨૦.કર્ણનો જીવ વીશમા વિજય ભગવાન થશે. કેટલાક કર્ણને કૌરવોના ભાઈ કહે છે, કેટલાક વાસુપૂજયસ્વામીના વંશમાં ચંપાનગરીનો રાજા થયેલ છે. તેને કહે છે. તત્ત્વ કેવલી જાણે. ૧૦૧)
*
૧0૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org