________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
અધ્યાત્મસાર ગ્રંથે
જેમ સિંહને સૌમ્યપણું દુર્લભ છે અને સર્પને ક્ષમા દુર્લભ છે. તેમ વિષયમાં પ્રવર્તમાન થયેલા જીવોને વૈરાગ્ય દુર્લભ છે.
અર્થદીપિકાયામ્
અધર્મની પ્રશંસા કરવાથી શ્રાવકોને ભવભ્રમણ કરવા પડે છે.
અઢીદ્વીપાધિકારે
૧ નદી, ૨ દ્રહ, ૩ મેઘ, ૪ ગર્જારવ, ૫ અગ્નિ, ૬ તીર્થંકર ગણધર આદિ મનુષ્યો, ૭ જન્મ, ૮ મરણ, ૯ રાત્રિ-દિવસ અઢીદ્વીપ મનુષ્ય ક્ષેત્રે એ નવ હોય છે.
જંબૂ મહાવિદેહમાં સદા ચોથો આરો જેનો કાળ હોય છે. પાંચસો ધનુષ દેહમાન,પૂર્વ કોડી વર્ષનું આયુષ્ય નિરંતર આહાર કરે જંબૂમાં ૪ તીર્થંકર મહારાજ છે. પૂર્વ વિદેહના વનમુખ સમીપ પુષ્કલાવતી વિજયે પુંડરકિણી નગરી છે ત્યાં સીમંધરસ્વામી વિહરમાન છે. ૧ પશ્ચિમવિદેહના વનમુખ પાસે પચીશમી વપ્રા વિજયે વિજયાનગરી છે. ત્યાં યુગમંધર સ્વામી વિહરમાન છે. ૨ પૂર્વવિદેહમાં વનમુખ સમીપ નવમી વછવિજયે સુસીમાનગરી છે. ત્યાં બાહુસ્વામી વિહરમાન છે. ૩
પશ્ચિમ વિદેહ, વનમુખ સમીપ ચોવીશમી વિજયા મલીનાની અને અયોધ્યા નગરી છે. ત્યાં ત્યાં સુબાહુ સ્વામી વિહરમાન છે. ૪ એમ જંબુદ્રીપમાં ૪ તે વખતે ધાતકીખંડમાં બે મેરૂ અને બે મહાવિદેહ છે. તે વખતે ચાર તીર્થંકર પૂર્વ વિદેહમાં તથા ચાર તીર્થંકર પશ્ચિમ મહવિદેહમા એવી રીતે ૮ તીર્થંકરો થયા. પુષ્કરાર્ધમાં બે મેરૂ અને બે મહાવિદેહમાં છે. તેથી પૂર્વ વિદેહમાં ૪ તીર્થંકર તથા પશ્ચિમ વિદેહમાં ૪ તીર્થંકર એવી રીતે પુષ્કરાર્ધમાં આઠ તીર્થંકર થયા. કુલ
Jain Education International
69
For Personal & Private Use Only
www.jainelibrary.org