________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ શ્રાવકને ન કહ્યું જ્યારે સાધ્વીએ કહેલી એક પણ સ્તુતિ શ્રાવકોને ન કલ્પે તો પછી સાધ્વીએ કહેલા બીજા સૂત્રો તો કલ્પે જ કઈ રીતે? અને શ્રાવિકાએ કહેલાં સૂત્રો તો કલ્પવાની વાત શી? આ ઉપર પચ્ચખાણ પણ પુરુષને ન આવડતું હોય તો સાધ્વી યા શ્રાવિકા પાસે કરવું કહ્યું કે ન કલ્પે એ વિચારકોએ વિચારી લેવું.
તત્વાર્થવૃત્તો આહારક શરીર ઉત્કૃષ્ટ મહાવિદેહ સુધી જઈ શકે છે. વિદ્યાચારણ મુનિયો અને વિદ્યાધરો નંદીશ્વરદ્વીપ સુધી જઈ શકે. જંઘાચારણો ચકદ્વીપ સુધી જઈ શકે છે.
સંગ્રહણી વૃત્તિને વિષે કહ્યું છે કે ઔદારિક શરીરનો તિર્યમ્ ઉત્કૃષ્ટ વિષય વિદ્યાધરોને આશ્રિત નંદીશ્વર સુધી,જંઘાચારણને આશ્રિત્ય ઉંચે ચકદ્વીપ સુધી, ઉભય આશ્રિને પાંડુક વન સુધી,વૈક્રિયનો વિષય અસંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી, આહારકનો વિષય મહાવિદેહ સુધી, તેજસ કાર્મણનો સર્વલોક સુધી-આવી રીતે બીજા પણ ઘણા પુસ્તકોમાં લખાણ છે.
કેવલજ્ઞાનીનું ક્ષાયક સમકિત શુદ્ધ કહ્યું છે અને છમસ્થ શ્રેણિકાદિકનું ક્ષાયક સમકિત અશુદ્ધ કહ્યું છે. ઈતિ તત્વાર્થટીકાયામ્ તથા નવપદપ્રકરણટીકાયામ્.
શાસ્ત્રોક્ત વિધિએ જેનામાં તેજલેશ્યાની શક્તિ પણ (લબ્ધિ) ઉત્પન્ન થાય છે, એટલે કે તે કોઈને બાળવાને માટે ક્રોધથી પ્રથમ તેજોલેશ્યા મૂકે છે. તે જ પાછો પ્રસન્ન થઈને તેના પ્રત્યે શીતલેશ્યા મૂકે છે. તત્વાર્થ સૂત્ર વૃત્ત.
સૂત્રમાં કહેલ છે કે જે વખતે ઉત્તરગુણના પ્રત્યય (નિશ્ચય) ને જણાવનારી લબ્ધિ ઉત્પન્ન થાય છે તે જ વખતે ગોશાલાદિકની પેઠે ક્રોધથી ધમધમી જઈ સામાને બાળી નાખવાને માટે પ્રયત્ન કરે છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org