________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
સંઘયણીસૂત્રે ત્રણ નરકમાં પરમાધામીએ કરેલી વેદના હોય છે, પાંચ નરકમાં શસ્ત્રોથી અન્યોઅન્ય કરેલી વેદના હોય છે, સાતમી નરકે શસ્ત્રવિના ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી વેદના હોય છે. ચોથી નરકે પણ પરમાધામીએ કરેલી વેદના હોય છે એમ હૈમ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રે સાતમે પર્વે કહેલ છે.
પ્રથમની ત્રણ નરકથી નીકળેલા તીર્થંકર થાય, ચોથીથી નીકળેલા જ્વલી થાય, પાંચમીથી નીકળેલા સાધુ થાય, છઠીથી નીકળેલા દેશવિરતિ થાય અને સાતમીથી નીકળેલા સમક્તિ પામે. સંગ્રહણીસૂત્રે,
બૃહસંગ્રહણી અનાદિ કાલથી સૂક્ષ્મ નિગોદમા જે જીવો રહેલા છે તે અવ્યવહારરાશિયા કહેવાય છે. ધર્મરત્નને વિષે પણ એમજ કહેલ છે.
મેઘકુમાર દેવો ભુવનપતિના દસ દેવોના અધિકારમાંથી જે છે. (સ્વનિતકુમાર નામે)બ્રહતુસંગ્રહણીવૃત્તો
૧. ચક્ર. ૨. ધનુષ્ય. ૩. ખડગ. ૪ મણિ. ૫. ગદા. ૬. વનમાલા ૭. શંખ એ સાતરનો વાસુદેવને હોય છે. સંગ્રહણીસૂત્ર
સૌધર્મ દેવલોકમાં અપરિગૃહિતા દેવીયોના વિમાન ચાર લાખ કહ્યાં છે.
મનુષ્યોની દુર્ગધ ચારસોથી પાંચસો યોજન ઉંચી જવાથી દેવતાઓ નીચે આવતા નથી.
પ્રત્યેક વનસ્પતિ કમલાદિકનું દેહમાન એક હજાર યોજનથી અધિક કહ્યું છે તે ઉત્સધ અંગુલે કહ્યું છે અને પદ્મ દ્રહાદિકને વિષે જે કમલ છે તે માટે છે અને પૃથ્વીકાયરૂપ છે, પણ વનસ્પતિકાય નથી. સંગ્રહણી વૃત્તો.
૭૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org