________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
સંમૂચ્છિમ મનુષ્ય જઘન્ય એક આદિ ઉપજે, અસંખ્યાતા પણ ઉપજે. અનુયોગ દ્વારે.
મોતી વીંધેલ હોય, અગર આપ્યું હોય પણ તે અચિત્ત જ કહેવાય છે. મોતીને પૃથ્વીકાય કહેલ છે.
એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ,બે સ્પર્શ હોય, અનુયોગદ્વારસૂત્રે.
જે કોઈ સાધુઓ સાધુના ગુણથી રહિત હોય, ગીતાર્થ થવાની ઈચ્છા રાખે, ઘોડાની પેઠે ચપલ,હાથીના પેઠે નિરંકુશ, સાફ સ્વચ્છેદે રહેનાર, સફેદ સ્વચ્છ વસ્ત્ર પહેરનાર, જિનરાજની આજ્ઞા રહિત, સ્વચ્છંદાચારે વિચરી વિપરીત વર્તન કરી બન્ને વખતના આવશ્યક કરનાર, તે લોકોત્તર દ્રવ્ય આવશ્યક કહેવાય છે. અનુયોગદ્વાર સૂત્રે
અનુયોગદ્વારચૂર્ણો તદર્પિતકરણ તે ઉપકરણો, રજોહરણ મુખવસ્ત્રિકા વિગેરે તે દ્રવ્યક્રિયા કરવાને સ્થાને સ્થાપવા. હરિભદ્રસૂરિએ કરેલી અનુયોગ દ્વારવૃત્તિમાં પણ એમજ છે. અને મલ્લધારી હેમચંદ્રસૂરિકૃત વૃત્તિમાં પણ તે જ પ્રકારે છે.
૫સૂત્રે વીર પરમાત્માનું આયુષ્ય બોંતેર વર્ષનું કહેવું છે સમવાયાંગ સૂત્રમાં બોંતેર વર્ષથી અધિક કહેલ છે. કલ્પસૂત્રમાં વીરનો દીક્ષા પર્યાય બેતાલીશ વર્ષનો કહેલ છે. સમવાયાંગ સૂત્રમાં તેથી અધિક કહેલ છે. ચંડકૌશિક નાગ આઠમા સહસ્રાર દેવલોકે ગયો. બીજા પણ ઘણા પુસ્તકોમાં એમ જ કહેલ છે.
૬૯ For Personal & Private Use Only
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
www.jaineli