________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
નંદીસૂત્રે ૧૮૬ પત્ર શ્રોતેંદ્રિયનો વિષય ઉત્કૃષ્ટ ૧૨ યોજન-અડતાલીશ ગાઉનો છે સ્પર્શ, રસ અને ધ્રાણેદ્રિયનો વિષય ઉત્કૃષ્ટ ૯ યોજન ૩૬ ગાઉનો છે.ચક્ષુઈંદ્રિયનો વિષય આત્મ ગુલવડે એક લાખ યોજનથી અધિક અભાસુર દ્રવ્યનો જાણવો (જે વસ્તુ દેદીપ્યમાન ન હોય તે અભાસુર કહેવાય છે.) તેવી રીતે ચક્ષુઈંદ્રિયનો વિષય એક લાખ યોજનથી અધિક જાણવો અને ભાસુર-દેદીપ્યમાન દ્રવ્યને દેખવાનો તો ૨૧ લાખ યોજનનો છે. એ પાંચે ઈંદ્રિયોના વિષયો ઉત્કૃષ્ટતાથી જાણવા. જઘન્યથી તો અંગુલનો અસંખ્યાતમો ભાગ જાણવો.
અનુયોગદ્વાર સૂત્રે તે લોકોત્તર ભાવ આવશ્યક કહેવાય કે જે સાધુ, સાધ્વી,શ્રાવક, શ્રાવિકા તેને વિષે ચિત્ત,મન, વેશ્યા અને અધ્યવસાય રાખે, તેના અર્થમાં ઉપર્યુકત થાય, તેને વિષે અર્પિતકરણ કરે, અને બીજે ઠેકાણે મન જતું રોકે. તેવી જ રીતે બન્ને કાળ આવશ્યક કરે. ( ઈંટ આદિ ભાઠાની અગ્નિમાં સંમૂચ્છિમ ઉંદરો ઉત્પન્ન થાય છે. અનુયોગદ્વારટીકાયામ્.
ગર્ભજ મનુષ્યની સંખ્યા કેટલી અને સામાન્ય મનુષ્યની કેટલી તેનો અધિકાર અનુયોગદ્વાર સૂત્રો કહેલ છે.
શ્રાવકોને મુહપત્તિ ચરવળો રાખવાનું કહ્યું છે. ઈતિ અનુયોગદ્વાર ટીકાયામ્ તથા આવશ્યક બાલાવબોધે તથા શ્રાદ્ધવિધિવિનિશ્ચય
અનુયોગ દ્વાર તથા સમવાયાંગ સૂત્રે ત્રણ સમ્યકત્વ અનુયોગ દ્વારમાં તથા બે સમ્યકત્વ સમવાયાંગ સૂત્રમાં છે એ પ્રકારે પાંચ સમ્યકત્વ કહેલ છે.
૬૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org