________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭ કરાવ્યું. તે મરીને સ્વયંપ્રભાપણે ઉત્પન્ન થઈ માટે તે નિર્નામિકાનો જીવ સ્વયંપ્રભા થયેલ છે પણ પ્રથમની ચ્યવી ગયેલી સ્વયંપ્રભા ફરીથી સ્વયંપ્રભાદેવી થઈ નથી.
અષ્ટાપદ પર્વતને વિષે આઠ પગથિયા સગર ચક્રવર્તિના વખતમાં તેમના પુત્રાદિકે કરેલા છે. આવશ્યક વૃતૈ.
નૌકારશીના પ્રત્યાખ્યાનના નિત્ય નિયમવાળાને રાત્રિએ સુખડી ખાવાથી નૌકારશીનો ભંગ ન પડે, પણ અતિચાર લાગે. - નોટ- શાસ્ત્રકારે લખેલ છે તે કવચિત્ ગાઢ કારણાદિકને લઈને છે સિવાય ચાલુ કાળમાં બેદરકારી અને ધર્મશ્રદ્ધા રહિત જીવોને માટે તદન નિષેધ જ સમજવો.કારણ કે તેમ કરવાથી પ્રવાહ અવળો ચાલે છે અને ધર્મપતિત થવાના સબળ કારણો મળે છે;માટે નિરંતર નૌકારશીના પ્રત્યાખ્યાનના નિયમવાળાએ કદાપિ કાળે સુખડી ખાવી નહિ.
આવશ્યક બૃહદ્યુત. શ્રાવકોએ ગાડા,કુહાડો, ફરસી વિગેરે તૈયાર કરી રાખવા નહિ; કારણ કે એ અધિકરણો જોડી રાખ્યા ન હોય તો સુખપૂર્વક બીજાને નિષેધ કરી શકાય છે- ના પાડી શકાય છે. ઘર વિગેરે પોતે પ્રથમ કરાવવા નહિ, શાકભાજી પણ બજારમાંથી વસ્ત્રથી ઢાંક્યા વગર લાવવાથી પરની દષ્ટિ પડવાથી પાપની પરંપરાની વૃદ્ધિ થાય છે.
છમ ગુરુએ પણ કેવલજ્ઞાની સાધ્વીને વંદન કરવું નહિ, તેથી અર્ણિકાપુત્ર આચાર્ય મહારાજે પુષ્પચૂલા કેવલી સાધ્વીને વંદન કરેલ નથી.
મહાવીર મહારાજા દેશના ખાલી જવાથી જયાં કેવલજ્ઞાન થયું હતું તે ઋજુવાલિકા નદીથી રાતોરાત અપાપાનગરીએ આવ્યા તે વખતે સવારમાં પાર્શ્વનાથજીના સંતાનીયા લોહરમલ અણગાર મુનિના
૫૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org,