________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
શીયલ રહિત પૂજા સત્કાર દાનાદિ દ્રવ્ય અર્ચન શ્રાવકોને કહેલ છે.ચારિત્રાનુષ્ઠાન ઉગ્ર તપ ચરણરૂપ ભાવ અર્ચન સાધુઓને કહેલ છે. ભાવ અર્ચન ઉગ્ર વિહારરૂપ અને દ્રવ્ય અર્ચન જિન પૂજન કરવા રૂપ છે. પ્રથમ ભાવ અર્ચન મુનિયોને હોય છે અને દ્રવ્ય તથા ભાવ અર્ચન શ્રાવકોને હોય છે દ્રવ્ય અર્ચનથી ભાવ અર્ચન પ્રધાન કહેલ છે. કોઈ માણસ સોનાના તથા મણિના પગથીયાવાળું લાખો થાંભલા વડે કરી સુશોભિત સુવર્ણતલીયાવાળું જિનેશ્વરમહારાજનું મંદિર કરાવે તેના કરતા તપ સંયમને અધિક કહેલ છે.
જિનેશ્વર મહારાજનું પૂજન કર્યા સિવાય કર્મનું નિર્જરવાપણું થતું નથી. માટે વીતરાગીની પૂજા કરવી.
રોગ દુઃખદાયક છે, માટે તેનાથી જેમ દૂર રહેવું, તેમ વિષયથી દૂર રહેવું, કારણ કે વિષય જે તે તત્વથી દુ:ખ રૂપ જ છે.
ઉપધાન કર્યા વિના નવકાર વિગેરે શ્રુતજ્ઞાન ભણે, ભણાવે, અનુમોદન કરે તો તેને ધર્મપ્રિય સમજવો નહિ, તેણે ત્રણે કાળના તીર્થકરોની અને શ્રુતની આશાતના કરી છે એમ જાણવું, તે અનંતકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે.
શ્રેણિકપુત્ર નંદીષેણ ચરમશરીરી તભવે મુક્તિ ગયેલ કહેલ છે. અન્યત્રવૃત્તિચૂર્ણાદિ દેવલોકે ગયેલ કહેલ છે
બ્રહ્મચર્યથી પતિત થયેલ સાધુને વંદન કરે તો અનંત ભવભ્રમણનો લાભ થાય. આ હકીકત દેવતાએ પૂછવાથી શ્રી સીમંધરસ્વામીએ કહેલ છે
શ્રાવકોને અષ્ટપ્રકારી પૂજા કરવાનું કહ્યું છે. દીપક પૂજા પણ અષ્ટ પ્રકારી પૂજાના અધિકારે કહેલી છે.
પ્રભુના જન્મ વખતે પ૬ દિકુમારિકાઓએ દીપક પૂજા કરેલી છે વિગેરે વર્ણન જંબૂદીપપત્તિ તથા આવશ્યક સૂત્રમાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org