________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૭
અને અર્ધપુદ્ગલપરાવર્તનથી અલ્પ કાળ હોય તે શુકલ પાક્ષિક દશાશ્રુતસ્કંધ, ઉપદેશરત્નાકરે તથા ધર્મપરીક્ષામાં પણ એમ જ કહેલ છે.
દશાશ્રુતસ્કંધચૂર્ણ ક્રિયારૂચી જીવ નિશ્ચય ભવ્ય અને શુકલપાક્ષિક હોય છે, તે સમ્મદષ્ટિ હોય કે મિથ્યાદષ્ટિ હોય પણ એક પુદ્ગલ પરાવર્તનમાં નિશ્ચય મોક્ષે જશે.
મહાનિશીથસૂત્રે જો દેશથી આહારપૈષધ કરે તો ગુરૂની સાક્ષીએ પચ્ચખાણ પારી આ-વસહી કહી ઉપાશ્રયમાંથી નીકલી ઈર્યાસમિતિપૂર્વક ઘરે જઈ ઈર્યાવહી પડિકકમી ગમણાગમણે આલોઈને ચૈત્યવંદન કરે, પછી પૃથ્વી તેમજ સંડાસા પ્રમાજી આસન ઉપર બેસે, પાત્રાદિ પ્રમાર્જ, પચ્ચખાણ પારી નવકાર ગણી સબડકા વગાડ્યા વિના ચબચબ ન થાય તેમ વિલંબ વગર મન,વચન, કાયાના યોગને એકત્ર કરી સાધુની જેમ ભોજન કરે.
ઈર્યાવહી પડિકમ્યા વિના ચૈત્યવંદન સ્વાધ્યાય ધ્યાનાદિક કરવા કલ્પ નહિ
સર્વજ્ઞ ભગવાને કહેલા બાર પ્રકારના તપ કર્મમાં સ્વાધ્યાય સમાન બીજો કોઈ એક પણ તપ નથી.
જેનો એકજ ભવ બાકી રહેલો હતો તે સાવદ્યાચાર્યા ઉસૂત્રની પ્રરૂપણાથી અધિક ભવ કરવાવાળા થયા. પાંચ પર્વનું આરાધન કરવાથી હે ગૌતમ !બહુફલ થાય, કારણ કે પ્રાયઃ કરીને પરભવના આયુષ્યનો બંધ તે તિથિએ જીવો બાંધે છે, તેમ વીર પરમાત્માએ કહેલ છે.
૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org