________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ સમુદ્રો છે, તેમાં અસંખ્યાતા ચંદ્રમાં છે, તે સ્થિર છે, ફરતા નથી, એવી રીતે અસંખ્ય યોજનના દ્વિપ સમુદ્રમાં અસંખ્યાતા ચંદ્રો જાણવા.
હવે ચંદ્રમાના વિમાનનું પ્રમાણ બતાવે છે.
એક જોજનના ૬૧ એકસઠ ભાગ કરીયે, એવા પ૬ છપ્પન ભાગ ચંદ્રમાંનું વિમાન લાંબુ પહોલું છે અને ઉંચપણામાં ૨૮ અઠાવીશ ભાગ ઉંચપણે છે, અને તેની પરિધિ ત્રણગણી કહેલી છે.
ને ચંદ્રમાના ભુવનને વિમાનને ૧૬000 સોળ હજાર દેવતા ઉપાડે છે. પૂર્વ દિશાને વિષે ૪૦૦૦ હજાર દેવતા સિંહના રૂપે ઉપાડે છે. દક્ષિણ દિશાને વિષે ૪૦૦૦ હજાર દેવતા હાથીના રૂપે ઉપાડે છે. પશ્ચિમ દિશાને વિષે ૪૦૦૦ હજાર દેવતા વૃષભના રૂપે ઉપાડે છે. ઉત્તર દિશાને વિષે ૪૦૦૦ હજાર દેવતા ઘોડાને રૂપે ઉપાડે છે.
એવી રીતે ચારે દિશાના મલીને ૧૬ સોળ હજાર દેવતા ચંદ્રમાના વિમાનને ઉપાડે છે, તે ચંદ્રમાંનું વિમાન મેરૂપર્વતની સંભૂતેલા પૃથ્વી થકી ૮૮૦ આઠસો એંશી યોજન ઉંચુ છે.
બીજું ભુવનદ્વાર સૂર્યનું છે. તે તમામ ચંદ્રમાના પેઠે જાણવું વિશેષમાં ૬૧ એકસઠ ભાગ એક યોજનના કરવા, તેમાંથી ૪૮ અડતાલીશ ભાગ સૂર્યનું વિમાન-લાંબુ પોહોળુ છે, અને ૨૪ ભાગ ઉંચાણે છે, તેની પરિધી ત્રણગણી અધિક છે, તે સૂર્યના વિમાનને ચંદ્રમાના વિમાનનાં જ પેઠે ચારે દિશામાં ૧૬૦૦૦ સોલ હજાર દેવતા ઉપાડે છે, સૂર્યનું વિમાન મેરૂપર્વતની સંભૂતેલા પૃથ્વી થકી ૮૦૦ આઠસો યોજન ઉંચું છે. ત્રીજા ગ્રહોના વિમાનનું પ્રમાણ બતાવે છે.
ચંદ્રમાંના એક વિમાનના પાછળ ૮૮ અઠયાશી ગ્રહોના વિમાન હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org