________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
* તે ગ્રહોનું વિમાન ૨ બે ગાઉ લાંબુ-પોહોળું હોય છે. અને ૧ ગાઉ ઉંચપણે હોય છે, તેની પરિધિ ત્રણગણી કહેલી છે, તે ગ્રહના વિમાનને ૮૦૦૦ આઠ હજાર દેવતા ઉપાડે છે. પૂર્વ દિશાને વિષે ૨ હજાર દેવતા સિંહનેરૂપે ઉપાડે છે. દક્ષિણ દિશાને વિષે ર હજાર દેવતા હાથીનેરૂપે ઉપાડે છે. પશ્ચિમ દિશાને વિષે ર હજાર દેવતા વૃષભને રૂપે ઉપાડે છે. ઉત્તર દિશાને વિષે ૨ હજાર દેવતા ઘોડાનેરૂપે ઉપાડે છે.
તે ગ્રહોના વૈમાનો મેરૂપર્વતની સંભૂતેલા પૃથ્વીથકી ઉંચા ૮૮૮ આઠસો અઠક્યાશી યોજથી ૯૦૦ નવસો યોજન સુધી ઉંચા છે.
હવે ચોથું નક્ષત્ર દ્વાર કહે છે.
ચંદ્રમાના એક વિમાનના પાછળ નક્ષત્રના ૨૮ અઠયાવીશ વિમાન હોય છે, નક્ષત્રનું વિમાન એક ગાઉ લાંબુ-પોહોળું હોય છે અને અડધો ગાઉ ઉંચુ હોય છે, તેની પરિધિ ત્રણગણી હોય છે, તે નક્ષત્રના વિમાન મેરૂ પર્વતની સંભૂતલા થકી ૮૮૪ આઠસો ચોરાશી યોજન ઉંચા હોય છે અને ચાર ૪ હજાર દેવતાઓ ઉપાડે છે. પૂર્વ દિશામાં એક હજાર દેવતા સિંહના રૂપે ઉપાડે છે. દક્ષિણ દિશામાં એક હજારદેવતા હાથીનેરૂપે ઉપાડે છે. પશ્ચિમ દિશામાં એક હજારદેવતા વૃષભનેરૂપે ઉપાડે છે. ઉત્તર દિશામાં એક હજાર દેવતા ઘોડાનેરૂપે ઉપાડે છે.
હવે ચંદ્રમાના વિમાન પાછળ ૬૬૯૭૫ કોડાકોડી તારાના વિમાનો હોય, તારાનું વિમાન અડધો ગાઉ લાંબુ તથા પોહળુ હોય છે. અને પા ગાઉ ઉંચપણે હોય છે, તેની પરિધિ ત્રણગણી હોય છે, તે તારાના વિમાન મેરૂપર્વતની સંભૂતલ પૃથ્વી થકી ૭૯૦ સાતસો ને નેવુ યોજન ઉંચા હોય છે અને તારાને વિમાનને ૨000 બે હજાર દેવતા ઉપાડે છે. પૂર્વ દિશામાં પ૦૦ દેવતા સિંહના રૂપે ઉપાડે છે.
૮૧
ભાગ-૫ ફર્મા-૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org