SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૩ વિકલેંદ્રિય. ૧ મનુષ્ય એ દસ આવીને ઉપજે છે. ગર્ભજતિર્યંચપંચેંદ્રિમાં, ચોવીશ દંડકવાળા આવીને ઉપજે છે. એ પ્રકારે તિર્યંચ પંચેંદ્રિયના બે ભેદ કહ્યા સંમૂર્છિમ મનુષ્યમાં, ૧ પૃથ્વીકાય, ૨ અકાય, ૩. વનસ્પતિકાય, ૪ બેઇંદ્રિ, ૫ તેઇંદ્રિ, ૬ ચૌરિંદ્રિ, ૭ તિર્યંચપંચેંદ્રિ, ૮ મનુષ્ય એ આઠ આવીને ઉપજે છે. ગર્ભજ મનુષ્યમાં, ૧ તેઉકાય, ૨ વાઉકાય એ બેને છોડી દઇને બીજા બાવીશ દંડકવાળા આવીને ઉપજે છે. એ પ્રકારે મનુષ્યના બે ભેદ કહ્યા. વાણવ્યંતરમાં. ૧ તિર્યંચપંચેંદ્રિ ૨ તથા ગર્ભજ મનુષ્ય એ બે દંડકવાળા આવીને ઉપજે છે. જ્યોતિષિમાં ૧ તિર્યંચપંચેંદ્રિ, ૨ તથા ગર્ભજ મનુષ્ય એ બે દંડકવાળા આવીને ઉપજે છે. વૈમાનિક દેવોના બે ભેદ છે, તે નીચે મુજબ પહેલા દેવલોકથકી આઠમા દેવલોક સુધીમાં ૧ તિર્યંચ પંચેંદ્રિ ૨ ગર્ભજ મનુષ્ય, એ બે દંડકવાળા આવીને ઉપજે છે. નવમાં દેવલોક થકી બારમા દેવલોકમાં, તથા નવત્રૈવેયકમા તથા પાંચ અનુત્તર વિમાનમાં, એકલા, ગર્ભજ મનુષ્યોજ આવીને ઉપજે છે. એ પ્રકારે આગતીદ્વાર કહ્યું. હવે ત્રેવીશમું દંડક વેદ ૩ છે તે બતાવે છે, ૧ પુરૂષવેદ, ૨ સ્ત્રીવેદ, ૩ નપુંસકવેદ, એ ત્રણ પ્રકારે છે, કયા દંડકને વિષે કેટલા વેદ હોય છે, તે બતાવે છે. સાત નરકને વિષે નપુંસક વેદ હોય છે. દસ ભુવનપતિને વિષે ૧ પુરૂષ વેદ, ૨ સ્ત્રીવેદ એ બે વેદ હોય છે. પૃથ્વીકાયને વિષે નપુંસક વેદ હોય, Jain Education International ૬૭ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy