SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ગર્ભજ મનુષ્યવાળા મરીને ૨૪ દંડકમાં જાય છે. એ પ્રકારે મનુષ્યના બે ભેદ કહ્યા, વાણવ્યંતરવાળા ૧ પૃથ્વીકાયમાં ૨ વનસ્પતિકાયમાં ૩ અપૂકાયમાં, ૪ તિર્યંચ પંચેદ્રિયમાં ૫ મનુષ્યમાં, એ પાંચમાં જાય છે. જયોતિષિવાળા ૧ પૃથ્વીકાયમાં, ૨ વનસ્પતિકાયમાં, ૩ અકાયમાં, ૪ તિર્યંચ પંચેંદ્રિયમાં ૫ મનુષ્યમાં એ પાંચમાં જાય છે. વૈમાનિકવાળાના ત્રણ ભેદો નીચે મુજબ બતાવે છે. પ્રથમ દેવલોકવાળા તથા બીજા દેવલોકવાળા ૧ પૃથ્વીકાયમાં, ૩ વનસ્પતિકાયમાં, ૫ મનુષ્યમાં ૨ અકાયમાં ૪ તિર્યચપંદ્રિયમાં એ પાંચમાં જાય છે, ત્રીજા ચોથા પાંચમાં છઠ્ઠા સાતમ આઠમા એ છ દેવલોકવાળા ૧ ગભજ તિર્યંચ પંચેંદ્રિય, ૨ ગર્ભજ મનુષ્ય એ બેમાં જાય છે. નવમા દસમા અગ્યારમા બારમા દેવલોકવાળા તથા નવઐયવયકવાળા, તથા પાંચ અનુત્તર વિમાનવાળા મરીને ગર્ભજ મનુષ્યમાં જાય છે. એવી રીતે દેવતાના ૩ ત્રણ ભેદ કહ્યા. હવે બાવીશમું કયા જીવો ચોવીશ દંડકમાં આવે છે, તે બતાવે છે. સાત નરકવાળા ૧ તિર્યંચ પંચેંદ્રિય તથા ર ગર્ભજ મનુષ્યમાં આવીને ઉત્પન્ન થાય છે. હવે કેટલી નરક સુધી જાય છે તે નીચે મુજબ બતાવે છે : ૧ સંમૂચ્છિમ તિર્યંચ પંચેંદ્રિ પ્રથમ નરક સુધી જાય છે. ૨ ગર્ભજ ભુજપરિસર્પ બીજી નરક સુધી જાય છે. ૩ ગર્ભજ ખેચર ત્રીજી નરક સુધી જાય છે. ૬૫ ભાગ-૫ : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy