________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ નથી. તેવા અરિહંતાદિક મહાપુરૂષોના રૂપ, રંગ, ભોગ, લક્ષ્મી, આયુષ્ય, શરીર, શક્તિ, સ્વર, આદેયનામ, સુખ વિગેરેનું વિવેચન કરવું. સંઘયણ, સંસ્થાનનું, અવતરણ કરવું, યુગલીયા મનુષ્યોને તેના સુખ તથા કલ્પવૃક્ષાદિકની પ્રાપ્તિથી સંપૂર્ણ સુખ તે પામે છે. તેનું વિવેચન કરવું. ઉત્તમ કરણી વિગેરેનું વિવેચન કરવું, તેને પણ કાળ પકડે છે. તો દુષ્પકાળમાં, અવસર્પિણી કાળ હોવાથી, છેલ્લે સંઘયણ છેલ્લું સંસ્થાન, પ્રતિદિન આયુષ્યની હાનિ, ક્રોધ, માન, માયા, લોભની બાહુલ્યતા, કૂડા તોલા માપાની બાહુલ્યતા વિષમતુલા, વિષમ માણસો, વિષમ રાજકુળો, વિષમ વર્ષો વિષમ કાળ, વિષમ
ઔષધિઓ, કિં બહુના ઘર બાર, હાટ, હવેલી, બગીચા, સ્ત્રી, પુત્ર, મિત્ર, પરિવાર, માતા, પિતા, શરિરાદિકમાં, તેમજ સુખમાં વિષમતાજ રહેલી છે. તેવા વિષમ સમયમાં આ જીવને ધર્મકરણિનું આદરમાનથી કરવાપણું જે થાય છે, તેનું જ જીવિતવ્ય, સુજીવિતવ્ય
છે.
હવે બાળક તમામ પ્રકારના વસ્ત્રાલંકારને ધારણ કરી માતા પિતાને નમસ્કાર કરવા જાય છે, અને નમસ્કાર જયારે માતાપિતાને કરે, ત્યારે તેઓ બાળકને આશિર્વાદ આપે છે કે હે પુત્ર તું ૧૦૦ વર્ષનો થા. ૧૦૦ વર્ષ જીવ ! હવે આ ૧૦૦ વર્ષ જે છે તે પણ બહુ નથી. જુઓ. ૧૦૦, વર્ષ જીવે છે, ૨૦ યુગ જીવે, ૨૦, યુગ જીવે છે,
૨૦૦, અયન જીવે, ૨૦૦, અયન જીવે છે, ૧૨૦૦ માસ જીવે, ૧૨૦૦, માસ જીવે છે, ૨૪૦૦ પક્ષો જીવે. ૨૪00 પક્ષો જીવે , ૩૬૦૦૦, અહોરાત્ર જીવે,
૮૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org