________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ તે બાલદશા. ૨. ક્રિડાદસાને જે મનુષ્ય પામેલ હોય છે તે ક્રિડા કરવાના બહાના દુર્લભ એવા માનવભવને એળે ગુમાવે છે, ક્રિડા કરવાથી કામભોગને વિષે તેની વૃત્તિ થતી નથી તે ક્રિડાદશા. ૩. મંદા નામની દશાને પામેલ માણસ મોહભાવથી સિને વિષે અત્યંત મૂચ્છિત થયેલા આ જીવ તેના ઘરના અંદર ભોગો હોય તો ભોગવનારો થાય છે. તે મંદાદશા. ૪ બલા નામની દશાને પામેલ માણસ નિરુપદ્રવ હોય તો બળ દેખાડવાવાળો થાય છે તે બલાદશા. ૫ પ્રજ્ઞા નામની દશાને અનુક્રમ વડે કરી પામેલ માણસ પૈસા ઉપાર્જન કરવાની ચિંતાવાળો, તથા કુટુંબના પોષણ કરવાના સન્મુખ થાય છે. તે પ્રજ્ઞાદશા. ૬ હાયની નામની દશાને પામેલ માણસ ઇંદ્રિયોની હાની થવાની કામભોગથી વિરામ પામે છે, તે હાયની દશા. ૭ પ્રપંચા નામની દશાને પામેલ માણસ ચીકણો પદાર્થ વારંવાર થુંકે છે તથા શ્લેષ્માદિક નીકળે છે તથા ક્ષણે ક્ષણે ઉધરસ ખાય છે તે પ્રપંચા દશા ૮ સંકુચિત વળી ચર્માદશાને પામેલ માણસ વૃદ્ધા અવસ્થા પરિણામિત થવાથી સ્ત્રીને બહુજ અનિષ્ટ થાય છે. તે પ્રાગુભારા દશા ૯. મુન્દુખી દશાને પામેલ માણસ વૃદ્ધા અવસ્થા પૂર્ણ થવાથી કામના રહિત ઘરને વિષે પડયો રહે છે. તે મુમુખી દશા. ૧૦. શાયિત કાળ દશાને પામેલ માણસ હીનતાયુક્ત ભેદાયેલ સ્વરવાળો, દીન, વિપરિત ચિત્તવાળો, દુર્બળ, દુ:ખી સુવે છે, મરણ પામે છે. તે શાયિની દશા.
આ જીવ દશ વર્ષ ઉપનયન, વશ વર્ષ સુધી વિદ્યાને ગ્રહણ કરે છે. ત્રીશ વર્ષ સુધી ભોગોને ભોગવે છે, ચાલીશ વર્ષ સુધી બળ, અગર વિજ્ઞાનને મેળવે છે. પચાસ વર્ષે ચક્ષુ નિસ્તેજ થાય છે. સાઠે બાહુબળ નાશ થાય છે, સીત્તેર વર્ષે ભોગ અશક્તિ થાય છે, એંસી વર્ષે વિજ્ઞાન નાશ થાય છે, ને નેવું વર્ષે શરીર નમે છે. અને સો વર્ષે મરણ પામે છે.
૮૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org