________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૪ નથી. એવી રીતે શરીરને પામીને પરમ અંધકારભૂત, માપરહિત મળમૂત્ર વિષ્ટાથી ભરપૂર ભરેલા, ગર્ભસ્થાને વિષે આવીને આ જીવ વસે છે. ત્યારબાદ નવ માસ પૂર્ણ, ન્યુને. વા અધિક માસે, કોઈપણ વખતે માતા બાળકને ઉત્પન્ન કરે છે. તે સ્રિને ત્રિરૂપે, પુરૂષને પુરૂષ રૂપે, નપુંસકને નપુંસક રૂપે અગર બિંબને બિંબરૂપે ઉત્પન્ન કરે છે, તેમાં થોડું વીર્ય, અને બહુ રૂધિર હોય તે સ્ત્રિ થાય છે, તથા ઘણું વીર્ય થોડું રૂધિર હોય તે પુત્ર થાય છે, અને રૂધિર, શુક્ર તુલ્ય હોય તે નપુંસક થાય છે, તથા પ્રસવ કાળે પ્રથમ માથુ, અગર પ્રથમ પગ, અગર વક્રતાથી આવે છે, કોઈવાર ઘાત પણ થઈ જાય છે. કોઈપાપી જીવ વળી અશુચિના ભંડાર રૂપ ગર્ભસ્થાનને વિષે ઉત્કૃષ્ટ બાર વર્ષની સ્થિતિ કરે છે,. આ જીવ ઉત્પન્ન થાય ત્યારેતેનું દુ:ખ તથા મરણ પામે ત્યારેનું દુઃખ થવાથી મૂઢ જીવ દુઃખથી વ્યાપ્ત થયેલ હોવાથી પોતાની પૂર્વની જાતિનું સ્મરણ કરી શકતો નથી, વળી ઉત્પન્ન થતો વિસ્વર, રૂદન કરતો જીવ પોતાને તથા માતાને અતુલ વેદના ઉત્પન્ન કરે છે. નરકના કુંભી પાકના સમાન, દુર્ગધિના અતિ ખરાબ સ્થાન રૂપ, ગર્ભગૃહને વિષે વસનારો જીવ પિત્ત, શ્લેષ્મ, શુક્ર, શોણિત, રૂધિર, મળ, મુત્ર, વિષ્ટાને વિષે ઉત્પન્ન થાય છે. વિષ્ટાને વિષે વિષ્ટાના કીડાના પેઠે તે વખતે શુક અને રૂધિરના ખાણથી ઉત્પન્ન થયેલા શરીરને ધારણ કરનાર જીવનું પવિત્રપણું કેવી રીતે બની શકે ? અગણ્ય, અમેદય ભૂતે, ગર્ભે વસનારનું પુત્રપણું શાનું હોય ? હવે તેવી રીતે ઉત્પન્ન થયેલા જીવની દશ દશાનું અનુક્રમે વર્ણન કરેલું છે. ૧. બાલા. ૨.ક્રીડા. ૩. મંદા. ૪. બલા. ૫. પ્રજ્ઞા. ૬. હાયની. ૭. પ્રપચા. ૮. પ્રાગભાર. ૯. મુન્ખી . ૧૦ શામિની (કાલદશા) ૧ ઉત્પર થયેલા જીવને જે પહેલી દશા છે તેમાં પોતે ભોગ ભોગવવા સમર્થમાન થતો નથી, તેમજ બાળક સુખ દુઃખને જાણી શકતો નથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org